તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 લાખમાં લાગાવી શકો છો બિસ્કિટ-કેક બનાવવાનો પ્લાન્ટ, આ છે સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: મોટાભાગના લોકો જ્યારે પણ કોઇ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે તો સૌથી પહેલા બિઝનેસ માટે પૈસા ક્યાંથી આવશે તેનો વિચાર આવે છે, પરંતુ જો તમને ખબર પડે કે તમે માત્ર એક લાખ રૂપિયામાં એવો બિઝનેસ શરૂ કરી શકો છો જેની હાલમાં ખૂબ જ ડિમાન્ડ છે તો તમારી મુશ્કેલી ઘણી ઓછી થઇ શકે છે. જી હા, આજે અમે તમને એવા એક બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. આ બિઝનેસની સંભાવનાઓને જોતા બેંક પણ તમને સરળતાથી લોન આપી દેશે. 

 

શરૂ કરો આ બિઝનેસ
અમે અહીં તમને બિસ્કિટ, કેક, ચિપ્સ અને બ્રેડ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા વિશે જણાવી રહ્યા છીએ. આ બિઝનેસ શરૂ કરવા માટે સરકારની ખાસ મુદ્રા સ્કીમ હેઠળ તમને લોન પણ સરળતાથી મળી શકે છે. બેકરી પ્રોડક્ટની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. 

 

જરૂરી રો મટિરિયલ
લોટ,મેદો, બટાકા, દૂધ, ઘી, ખાંડ, યીસ્ટ, મીઠું, ફ્લેવર પાઉડર અને એડિબલ કલર. આ બધી જ પ્રોડક્ટ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. 

 

કેટલો આવશે ખર્ચ
- વર્કિંગ કેપિટલ: 1.86 લાખ (આમા રો-મટિરિયલ, ઇન્ગ્રેડિએંટ, કામ કરનારની સેલરી, પેકિંગ, ટેલિફોન, રેંટ સહિતનો ખર્ચ સામેલ છે.)
- ફિક્સ્ડ કેપિટલ: 3.5 લાખ રૂપિયા (આમા દરેક પ્રકારની મશીનરી અને ઇક્યૂપમેંટનો ખર્ચ સામેલ છે)
ટોટલ ખર્ચ: 5.36 લાખ રૂપિયા

 

સરકારથી કેવી રીતે મળશે મદદ
- આ બિઝનેસ માટે તમારે 90 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 
- બેંકથી ટર્મ લોન 2.97 લાખ રૂપિયા મળશે. 
- વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયાની રહેશે. 

 

કેવી રીતે થશે નફો
જો મંથલી 1.86 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલની સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરો તો વર્ષભરમાં કુલ 20.38 લાખ રૂપિયા સેલ થશે. જ્યારે, આ પ્રોડક્ટ તૈયાર કરવામાં પ્રોડક્શન કોસ્ટ 14.26 લાખ રૂપિયા વાર્ષિક આવશે.

 

આ રીતે સમજો
પ્રોડક્શન કોસ્ટ: 14.26 લાખ રૂપિયા વાર્ષિક
ટર્નઓવર: 20.38 લાખ રૂપિયા વાર્ષિક
ગ્રોસ પ્રોફિટ: 6.12 લાખ રૂપિયા વાર્ષિક
ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ લોનનું વાર્ષિક વ્યાજ: અંદાજિત 50 હજાર રૂપિયા
ઇનકમ ટેક્સ: 13 હજાર રૂપિયા
અન્ય ખર્ચ: 70 હજાર રૂપિયા
નેટ પ્રોફિટ: 4.6 લાખ રૂપિયા વાર્ષિક
મંથલી: 35 હજાર રૂપિયાથી વધારે

કેટલા વર્ષમાં પરત મળી જશે સંપૂર્ણ ઇન્વેસ્ટમેંટ
વાર્ષિક રિટર્ન: 78 ટકા 
4.20 લાખ X 100/5.36 લાખ=78%
એટલે 1.5 લાખમાં સંપૂર્ણ ઇન્વેસ્ટમેંટ નીકળી જશે. 

 

કેવી રીતે કરશો એપ્લાય
આના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઇપણ બેંકમાં એપ્લાય કરી શકો છો. ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમા તમારું નામ, એડ્રેસ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, ઇનકમ અને કેટલી લોન જોઇએ છે. આમા કોઇપણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ અથવા ગેરંટી ફીસ આપવી પડતી નથી. લોન એમાઉન્ટ પરત કરવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવે છે. 
 
શું હોવું જોઇએ જરૂરી 

-આના માટે તમારી પાસે એક જગ્યા હોવી જોઇએ. જો નથી તો તમે રેન્ટ પર લઇ શકો છો. આ ખર્ચ વર્કિંગ કેપિટલમાં એડ છે. 
-આના માટે મેન પાવરમાં એક મેનેજર, સેલ્સ મેન, સિકલ્ડ વર્કર અને સેમી સ્કિલ્ડ વર્કર હોવા જરૂરી છે. આ બધાની સેલરી પર 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ આવશે, જે વર્કિંગ કેપિટલમાં એડ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...