Divya Bhaskar

Home » National News » Utility » તૈયાર થઇ જશે 10 કરોડનું ફંડ, માત્ર કરો 500 રૂપિયાનું સેવિંગ |Best Investment plan on Equity Mutual Fund

તૈયાર થઇ જશે 10 કરોડનું ફંડ, માત્ર કરો 500 રૂપિયાનું સેવિંગ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 12:26 PM

12 મહિનામાં ઈક્વિટી ફંડ્સએ 30થી 50 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે

  • તૈયાર થઇ જશે 10 કરોડનું ફંડ, માત્ર કરો 500 રૂપિયાનું સેવિંગ |Best Investment plan on Equity Mutual Fund

    નવી દિલ્હી: હવે તમે પણ બની શકો છો 10 કરોડના માલિક, જેમા માટે તમારે વધારે રિસ્ક લેવાની પણ જરૂર નહી પડે. તમારે દરરોજ માત્ર 500 એટલે કે મહિનામાં 15000 રૂપિયાની બચત કરવાની રહે છે. ત્યારબાદ બચત કરેલી રકમને કોઇ સારી જગ્યા પર ઇન્વેસ્ટ કરવાની રહેશે. જેનાથી તમે 30 વર્ષ બાદ 10 કરોડના માલિક બની શકો છો.

    ક્યા કરી શકાય રોકાણ

    જો તમે 10 કરોડ રૂપિયાનો ફંડ બનાવવા માંગો છો તો તમારે Equity mutual fund SIPમાં રોકાણ કરવાનું શરૂ કરવું પડશે. જો તમે દરમહિને 15000 રૂપિયા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં રોકો છો તો તમારા રોકાણ પર વર્ષે 15 ટકા રિટર્ન મળે છે તો જો તેને 30 વર્ષ સુધી લંબાવામાં આવે તો 30 વર્ષ બાદ તમારી પાસે 10.50 કરોડ રૂપિયા હશે.

    ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડએ આપ્યું છે 50 ટકા સુધીનું રિટર્ન

    BankBazar.comના સીઇઓ આદિલ શેટ્ટીએ મનીભાસ્કર.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે છેલ્લા 12 મહિનામાં ઈક્વિટી ફંડ્સએ 30થી 50 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. જોકે ઈક્વિટી ફંડ્સમાં હંમેશા આટલું જ રિટર્ન મળે તે સંભવ નથી. ક્રિસિલ-એએમએફઆઇના ડેટા પ્રમાણે ઈક્વિટી ફંડ્સએ પાછલા 10 વર્ષમાં 10.45 ટકા અને 5 વર્ષમાં 16.58 ટકા અને 1 વર્ષમાં 15.31 ટકા રિટર્ન આપ્યું છે.

    ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખથી વધારે રિટર્ન પર આપવાનો રહેશે 10 ટકા ટેક્સ

    કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2018થી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ લગાવી દિધો છે. જો તમને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી વર્ષે 1 લાખ રૂપિયાથી વધારે રિટર્ન મળે છે તો તેના પર તમારે 10 ટકા ટેક્સ આપવાનો રહેશે. પહેલા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર મળનારા રિટર્ન પર કોઇ ટેક્સ નહી લાગે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending