જો તમે પુત્રીના પિતા છો તો કરો આ નાનું કામ, મળશે 27 લાખ

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને આ પોલિસાના નામથી પણ કન્યાદાનની યોજના રાખી છે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 01:55 PM
Being father of daughter you should buy this policy

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે રોજ 132 રૂપિયા જેવી નાની રકમ બચાવશો તો થોડા વર્ષો બાદ આ રકમ 27 લાખ રૂપિયા બની શકે છે. જો તમે દીકરીના પિતા છો તો તમે આ રકમથી લાડકી દીકરીના લગ્ન કરાવી શકો છો. દેશની સૌથી મોટી સરકારી ઈન્શ્યોરન્સ કંપની LIC આવા લોકો માટે એક ખાસ સ્કીમ લઈને આવી છે. જેમાં પોતાની દીકરી માટે રોજ 132 રૂપિયાની રકમ બચાવવા પર દીકરીના લગ્ન સમયે તમને 27 લાખ રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ શકશે. તો ચાલો જાણીએ આમ કઈ રીતે કરી શકાય.

કોના માટે છે આ યોજના

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને આ પોલિસીનું નામ પણ કન્યાદાન યોજના રાખ્યું છે. સામાન્ય રીતે લોકો દીકરીના લગ્ન માટે ચિંતા કરે છે. તેમના માટે આ પોલિસી સૌથી સારી છે. આ યોજનામાં 132 રૂપિયા રોજના હિસાબથી લગભગ 3600 રૂપિયાના મંથલી પ્રીમયમ પર આ પ્લાન મળે છે. જો કોઈ તેને ઓછા પ્રીમિયમમાં કે વધુ પ્રીમિયમમાં પણ લેવા માંગે છે તો આ પ્લાન મળી શકે છે. આ ફાયદાઓ પણ પ્રીમિયમના હિસાબથી ઘટી જશે.

શુ કરવાનું હશે

આ પોલિસી માટે તમારે 22 વર્ષ સુધી પ્રીમિયમ આપવું પડશે. રોજ 132 રૂપિયા કે મહીનામાં લગભગ 3600 રૂપિયા. જો વચ્ચે પોલિસી હોલ્ડર્સનું મૃત્યુ થઈ જાય છે તો પરિવારે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ આપવું પડશે નહિ. દીકરીની પોલિસીના બાકી રહેલા વર્ષો દરમિયાન દર વર્ષે મળશે 1 લાખ રૂપિયા. પોલિસી પૂરી થવા પર નોમિનીને મળશે 27 લાખ રૂપિયા. આ પોલિસી ઓછા કે વધુ પ્રીમિયમમાં પણ લઈ શકાય છે.

આગળની સ્લાઈડમાં વાંચો, LICની કન્યાદાન પોલિસી અંગેની ખાસ વાતો...

Being father of daughter you should buy this policy

'કન્યાદાન' પોલિસી અંગેની ખાસ વાતો

 

- કોઇ પણ મમ્મી કે પપ્પા તેમની દીકરી માટે આ પોલિસી લઈ શકે છે.

- દીકરીના લગ્નના સમયે  27 લાખ રૂપિયા મળશે.

 

પોલિસીધારકનું મૃત્યુ થાય તો..

 

- ઈન્શ્યોરન્સ હોલ્ડરનું મૃત્યુ થઈ જવા  પર બાકીના હપ્તા માફ થઈ જશે.

- મૃત્યુ બાદ 10 લાખ રૂપિયા મળશે, જો કોઇ અકસ્માતમાં મૃત્યુ થયુ હશે તો 20 લાખની રકમ મળશે.

- દીકરીના ઉછેર અને એજયુકેશન માટે દર વર્ષે 1,00,000 રૂપિયાની રકમ લગ્ન થવા સુધી મળશે. અર્થાત્  પોલિસી લીધા બાદ તમને કંઇ થઇ જાય તો પણ તમારી દીકરીનું ફ્યૂચર સેફ રહેશે. 

X
Being father of daughter you should buy this policy
Being father of daughter you should buy this policy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App