ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» માત્ર 12 રૂપિયાનું એક પ્રિમિયમ ભર્યું હતું|Bank given Two lakhs to the family of the deceased

    માત્ર 12 રૂપિયાનું પ્રિમિયમ ભર્યા બાદ પતિનું મોત,પરિવારને મળ્યા 2 લાખ

    divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 07:57 PM IST

    તમે માત્ર એક રૂપિયા પ્રતિમહિના ના દરે 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઇ શકો છો
    • માત્ર 12 રૂપિયાનું  પ્રિમિયમ ભર્યા બાદ પતિનું મોત,પરિવારને મળ્યા 2 લાખ
      માત્ર 12 રૂપિયાનું પ્રિમિયમ ભર્યા બાદ પતિનું મોત,પરિવારને મળ્યા 2 લાખ

      યુટિલિટી ડેસ્ક: હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના એક વ્યક્તિની મોત બાદ તમના પરિવાજનોને 2 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી. આ વ્યક્તિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 12 રૂપિયા જમા કરીને વીમો કરાવ્યો હતો.

      મરનારે 12 રૂપિયાનું પ્રથમ જ પ્રીમિયમ જમા કરાવ્યું હતું. જેની જાણકારી પત્નીને પણ નહોંતી કરી. બેન્કને વ્યક્તિના મોતની જાણ થતા તેમના પરિવારને બોલાવીને સૂચના આપવામાં આવી અને ચેક દ્વારા બે લાખ રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી. ખુબજ સસ્તી આ યોજનાનો લાભ તમે પણ ઉઠાવી શકો છો. તો આજે તમને જણાવી રહ્યા છે કે આ યોજનાનો લાભ કેવી રીતે લઇ શકાય.

      દર મહિને થાય છે માત્ર એક રૂપિયાનો જ ખર્ચ

      - તમે માત્ર એક રૂપિયા પ્રતિમહિના ના દરે 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઇ શકો છો. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સૌથી ઓછા પ્રીમિયમ વાળી વીમા પોલિસી છે.
      - આ એક પ્રકારની એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી છે. જેમા જો વ્યક્તિની એક્સીડેન્ટમાં મોત થઇ જાય અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થઇ જાય તો 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સની રકમ તેમના સંબંધિત વ્યક્તિને મળી જાય છે.
      - આંશિક વિકલાંગતા પર 1 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સની રકમ મળે છે. કોઇપણ 18થી 70 વર્ષની વચ્ચેનો વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.

      કેવી રીતે લઇ શકાય આ ઇન્સ્યોરન્સ પોલિસી

      PMSBYનું ફોર્મ તમે ઓનલાઇન પણ ભરી શકો છો.
      બીજો વિકલ્પ કોઇપણ બેન્કમાં જઇને તમે આ ઇન્સ્યોરન્સ પોલિસી લઇ શકો છો.
      પબ્લિક સેક્ટરની સાથે પ્રાઇવેટ બેન્કોમાં પણ તમે આ ઇન્સ્યોરન્સ પોલિસી લઇ શકો છો.
      આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.
      અને બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઇએ.
      તમે www.jansuraksha.gov.in પર આ ફોર્મ ડાઉનલોર્ડ કરીને ભરી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માત્ર 12 રૂપિયાનું એક પ્રિમિયમ ભર્યું હતું|Bank given Two lakhs to the family of the deceased
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `