બાબા રામદેવને 100 વર્ષ જૂની કંપની આપશે ટક્કર, 'દંતક્રાતિ'ને પણ મળશે ટક્કર

ભારતમાં ઝડપથી કન્ઝયુમરનો ફોકસ નેચરલ, ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડકટસ પર શિફટ થઈ રહ્યો છે

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 01:49 PM
Baidyanath gives tough fight to Patanjali

બાબા રામદેવને 100 વર્ષ જૂની કંપની આપશે ટક્કર, 'દંતક્રાતિ'ને પણ મળશે ટક્કર.

નવી દિલ્હીઃ ભારતના એફએમસીજી માર્કેટમાં હર્બલ અને આયુર્વેદિક પ્રોડકટના બળ પર ઝડપથી પોતાની પકડ મજબૂત બનાવનારી બાબા રામદેવની કંપની પંતજલિને હવે 100 વર્ષ જૂની આયુર્વેદિક કંપની ટક્કર આપવા આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે બૈધનાથે તેના 100 વર્ષ પુરા કરી લીધા છે અને કંપની હવે હેલ્થ સાથે જોડાયેલી એફએમસીજી પ્રોડકટસમાં પગ રાખવા જઈ રહી છે. બૈધનાથ નેચરલ જૂસ, ટુથપેસ્ટ, મસાલા સહિત ઘણાં પ્રકારના હર્બલ પ્રોડકટ ઉતારવા જઈ રહી છે.

નેચરલ, ઓર્ગેનિક આયુર્વેદિક માર્કેટ પર છે ફોકસ

ભારતમાં ઝડપથી કન્ઝયુમરનો ફોકસ નેચરલ, ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડકટસ પર શિફટ થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાઓની વચ્ચે હર્બલ પ્રોડકટ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. યુવાઓ આ પ્રોડકટસને હાલ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. બૈધનાથનું કહેવું છે કે તે 100 વર્ષ જૂની કંપની છે અને 700 ફોર્મ્યુલેશનની સાથે આયુર્વેદ પ્રોડકટસની મોટી ઉત્પાદક છે. તેને જોતા કંપનીએ એફએમસીજી માર્કેટમાં પગ મુકવાનો નિર્ણય કર્યો છે.

1 લાખથી વધુ રિટેલ આઉટલેટ

બૈધનાથ આયુર્વેદના એકઝીક્યુટિવ ડાયરેકટર અનુરાગ શર્માનું કહેવું છે આજે બૈધનાથ આયુર્વેદ પ્રોડકટસની સૌથી મોટી પ્રોડયુસર છે. તેના પ્રોડકટ 1 લાખથી વધુ રિટેલ આઉટલેટ દ્વારા વેચવામાં આવે છે. લગભગ 50 હજાર પ્રેકટિશનર્સને તે કેટર કરે છે.

15 હજાર કરોડનું છે માર્કેટ

દેશમાં ઓરલ કેયરનું બજાર લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું છે. જેમાં ટુથપેસ્ટનું 7000 કરોડ રૂપિયાનું યોગદાન છે. ટુથપેસ્ટના આ બજારમાં કોલગેટ પામોલિવનો હિસ્સો 55 ટકા છે. બજારના જાણકારો માને છે કે પતંજલિનો હિસ્સો 8 ટકાથી વધુ થઈ ગયો છે.

આગળ વાંચો, કયારથી બિઝનેસ કરી રહી છે બૈધનાથ...

Baidyanath gives tough fight to Patanjali

1917થી બિઝનેસ કરી રહી છે બૈધનાથ

 

બૈધનાથની સ્થાપના 1917માં થઈ હતી. પ્રાચીન જાણકારીઓના મોર્ડન રિસર્ચ અને મેન્યુફેકચરિંગ ટેકનીકની સાથે તે આયુર્વેદિક પ્રોડકટ્સ બનાવનારી એક અગ્રણી કંપની છે.

X
Baidyanath gives tough fight to Patanjali
Baidyanath gives tough fight to Patanjali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App