ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» માત્ર 210 રૂપિયાનું કરો રોકાણ|Atal pension yojana, now you will get Monthly 5000 pension

  માત્ર 210 રૂપિયાનું કરો રોકાણ, 60ની ઉંમર બાદ મળતું રહેશે મંથલી પેન્શન

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 08:06 PM IST

  આ સ્કીમ યોજના ધારકની મોત બાદ પણ શરૂ રહે છે, મોત બાદ પેન્શન તેના પરિવારજનોને મળે છે
  • માત્ર 210 રૂપિયાનું કરો રોકાણ, 60ની ઉંમર બાદ મળતું રહેશે મંથલી પેન્શન
   માત્ર 210 રૂપિયાનું કરો રોકાણ, 60ની ઉંમર બાદ મળતું રહેશે મંથલી પેન્શન

   યુટિલિટી ડેસ્ક: 18થી 40 વર્ષની ઉંમરનો કોઇપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના ( APY)માં રોકાણ કરીને મહિને 1 હજારથી 5 હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે. પેશન 60 વર્ષ બાદ આપવાનું શરૂ થશે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, કેવી રીતે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી તેનો ફાયદો ઉઠાવી શકો છો.

   - અટલ પેન્શન સ્કીમ વિષેશ રીતે અનઓર્ગનાઇઝ સેક્ટરના કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં, 1 હજાર, 2 હજાર, 3 હજાર, 4 હજાર અથવા 5 હજાર રૂપિયાનું ફિક્સ પેન્શન મેળવી શકાય છે. આ સ્કીમમાં તમારા ઇન્વેસ્ટ પર તમારું પેન્શન નક્કી કરવામાં આવે છે.

   - જો તમે 18-20 વર્ષની ઉંમરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો છો તો તમારે સ્મોલ ઇન્ટોલમેંટ ભરવાનું રહેશે. તો 60 વર્ષ બાદ પેંશનનો સંપૂર્ણ બેનિફિટ તમે મેળવી શકો છો.

   - આ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરી ટેક્સની વચત પણ કરી શકો છો. તમે ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીસીડી હેઠડ 50 હજાર અને 80સી હેઠડ 1.5 લાખ સુધીનો ડિડક્શન ક્લેમ કરી શકો છો. જો કોઇ કારણસર સબ્સક્રાઇબરની મોત થઇ જાય છે તો પેન્શન તેમના પરિવારને મળવા લાગશે.

   કેટલી ઉંમરમાં કેટલું કરવું પડશે રોકાણ

   18 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર મહિને 210 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 42 વર્ષમાં કુલ 1,05,840 રૂપિયા જમા થઇ જશે.
   25 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 376 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 35 વર્ષમાં 1,57,920 રૂપિયા જમા થઇ જશે.
   30 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 577 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 30 વર્ષમાં 2,07,720 રૂપિયા જમા થઇ જશે.
   35 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 902 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 25 વર્ષમાં 2,70,600 રૂપિયા જમા થઇ જશે.
   40 વર્ષની ઉંમરે શરૂઆત કરવા પર 1454 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. 20 વર્ષમાં 3,48,960 રૂપિયા જમા થઇ જશે.

   આ પણ વાંચો: વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો, જાણો પ્રોસેસ

   શું છે આ સ્કીમના ફાયદા

   - યોજના સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે, માટે સમયસર પેન્શન મળવાની ગેરંટી રહે છે.
   - આ સ્કીમ યોજના ધારકની મોત બાદ પણ શરૂ રહે છે, મોત બાદ પેન્શન તેના પરિવારજનોને મળે છે.
   - જો પતિ-પત્ની બંન્નેના મોત થઇ જાય તો રકમ નોમિનીને આપવામાં આવશે.
   - આ ખાતુ ખોલવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે, અને ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઇએ.
   - આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.
   - એક વ્યક્તિ આ સ્કીમ હેઠળ એક જ એકાઉન્ટ ખોલાવી શકે છે.
   - એકાઉન્ટ કોઇપણ સરકારી બેન્કમાં જઇને ખોલાવી શકાય છે.
   - પેન્શનની રાશિને કોઇપણ સમયે બદલી શકાય છે, કેન્સર, કિડની જેવી બીમારી થાય તો આ સ્કીમને 60 વર્ષ પહેલા પણ બંધ કરાવી શકાય છે.
   - તમે આમા એક,ત્રણ અથવા 6 મહિનાનો હપતો બાંધી શકો છો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માત્ર 210 રૂપિયાનું કરો રોકાણ|Atal pension yojana, now you will get Monthly 5000 pension
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `