Home » National News » Utility » ઇન્ડિયન નેવીમાં Artificer Apprentice બનવાની તક । Apply for Artificer Apprentice in Indian Navy

ઇન્ડિયન નેવીમાં Artificer Apprentice બનવાની તક, મળશે 69 હજાર સુધી પગાર

Divyabhaskar.com | Updated - May 30, 2018, 12:13 PM

જો તમે 12 પાસ છો અને ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની ઇચ્છા રાખો છો તો તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે

  • ઇન્ડિયન નેવીમાં Artificer Apprentice બનવાની તક । Apply for Artificer Apprentice in Indian Navy

    યુટિલિટી ડેસ્કઃ જો તમે 12 પાસ છો અને ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની ઇચ્છા રાખો છો તો તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે. નૌસેનામાં આર્ટિફિશિર એપ્રેન્ટિસના પદ માટે જોબ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જો કે આ જોબ માટે એ જ લોકો અરજી કરી શકે છે જે અપરિણિત છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જૂન છે. આ પોસ્ટ સાથે જોડાયેલી મહત્વની માહિતી અહીં નીચે આપવામાં આવી છે.

    પોસ્ટઃ આર્ટિફિશર એપ્રેન્ટિસ

    અરજી કરવાની અંતિમ તારીખઃ 15 જૂન 2018
    વય મર્યાદાઃ 1 ફેબ્રુઆરી 1999થી 31 જાન્યુઆરી 2002 વચ્ચે જન્મેલા યુવાનો એપ્લાય કરી શકે છે.

    શૈક્ષણિક લાયકાતઃ ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષય સાથે ધોરણ 12ની પરીક્ષામાં 60 ટકા સાથે પાસ હોવા જરૂરી. ધોરણ 12માં રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર વિષયમાંથી કોઇ એક કરેલું હોવું જરૂરી.

    પગાર ધોરણઃ
    પ્રારંભિક પ્રશિક્ષણ દરમિયાન સ્ટાયપેન્ડ 14,600 રૂપિયા
    પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ 21,700-69100 રૂપિયા સાથે જ 5200 રૂપિયા સૈનિક સેવા ભથ્થું મળશે.

    આ રીતે કરવામાં આવશે પસદંગી


    - ભરતી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, શારીરિક સ્વસ્થતા(પીએફટી અને ડોક્ટરી તપાસ)ના આધારે કરવામાં આવશે.
    - સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટમાં 100 પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રશ્ન ધો.12ની કક્ષાના હશે. એક કલાકમાં ઉમેદવારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે.
    - સીબીટી પાસ થનાર ઉમેદવારોને શારીરિક સ્વસ્થતા કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં પાસ થવું જરૂરી છે.
    - જેમાં 7 મિનિટમાં 1.6 કિ.મી.ની દોડ, 20 ઉઠક બેઠક અને 10 દંડ બેઠક સામેલ છે.
    - ઉમેદવારની ઉંચાઇ 157 સેમી. હોવી જરૂરી છે.

    આ રીતે કરી શકો છો અરજી


    અરજી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જવાનું રહેશે. યાદ રહે કે અરજી 2 જૂનથી 15 જૂનની વચ્ચે કરવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ