યુટિલિટી ડેસ્ક: એક ફ્લાઇટ અટેન્ડન્ટની લાઇફ ઘણી વિચિત્ર હોય છે, પબ્લિક સેક્ટરના દરેક ફિલ્ડ પર કામ કરનાર વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જોકે ફ્લાઇટ એટેન્ડન્ટની વાત એકદમ અલગ છે, 10 હજાર ફૂટ(આ ન આવે...ફિટ) આકાશમાં રહીને યાત્રીઓની વાતો સાંભળવી, તેમની જરૂરીઆતોને પૂરી કરવી, તેમની ગંદકીને સાફ કરવી વગેરે અન્ય જોબ કરતા તેમને અલગ પાડે છે.( આ જોબ કઇક અલગ જ અનુભવ કરાવે છે. )
ચર્ચિત ફ્લાઇટ એટેન્ડન્ટ Annette Long ટ્વિટર અને Quora પર હંમેશા એક્ટિવ જોવા મળે છે, Annetteએ પોતાના 13 વર્ષના અનુભવ દ્વારા ફ્લાઇટ એટેન્ડન્ટની લાઇફ અને ફ્લાઇટમાં સફર કરનાર યાત્રીઓ સાથે જોડાયેલા સવાલોના જવાબો આપ્યા છે. આ સવાલો ના જવાબ સરળતાથી મળતા નથી અને દરેક વ્યક્તિ પાસે હોતા પણ નથી. કેટલીકવાર સ્ટાફને પૂછવું પડે છે.
સવાલઃ શું પ્લેનમાં મળતું ભોજન ફ્લાઇટ એટેન્ડન્ટ ને મળે છે ?
Annette જણાવે છેકે, પેસેંજર્સને આપ્યા બાદ જે કઇ ફૂડ બચે છે તે એટેન્ડન્ટને મળે છે.
સવાલઃ લાંબી યાત્રાની કેવી અસર પડે છે ?
Annette: ફ્લાઇટ એટેન્ડન્ટ ખૂબ થાકી જતા હોય છે, લાંબી યાત્રામાં એટેન્ડન્ટને યાત્રીઓ ફ્લાઇટ છોડે પછી પણ ઘણા કલાકો સુધી રાહ જોવી પડે છે. એટેન્ડન્ટ એટલી હદ સુધી થાકી જાય છે કે ગેટ ખોલવામાં પણ મુશ્કેલી પડે છે.
સવાલઃ જો ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કોઇ બીમાર પડે અથવા મૃત્યુ પામે તો ?
Annette: જો ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કોઇની મૃત્યુ થાય તો તેની જાણાકારી અન્ય કોઇ પેસેન્જરને આપવામાં આવતી નથી, તે વ્યક્તિને ધાબળો ઓઢાડી દેવામાં આવે છે, જો કોઇ વધારે બીમાર પડે તો ગ્રાઉન્ડ સ્ટાફ અને ફ્લાઇટ સ્ટાફ વચ્ચે કનેક્શન કરાવવામાં આવે છે. તેમને દર્દીની હાલત વિશે જણાવામાં આવે છે અને એ પ્રમાણે તેની સારવાર શરૂ થઇ જાય છે. ફ્લાઇટમાં હાર્ટ બીટ ચેક કરવા માટેના સાધનો પણ ઉપલ્બ્ધ હોય છે. જો કોઇની વધારે પડતી ખરાબ હાલત છે તો જ ફ્લાઇટને રીડાયરેક્ટ અથવા લેન્ડ કરવામાં આવે છે. સામાન્ય રીતે ડાયાબિટિસના દર્દીઓ સાથે જ આ પ્રકારની સ્થિતિ થાય છે કારણ કે તે લોકો સમય પર કઇ ખાતા-પીતા નથી.
આગળ જાણો પ્લેનની સફાઇ કેટલીવાર અને કેવી રીતે થાય છે ?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.