Home » National News » Utility » amitabh bachchan and abhishek bachchan money invest in singapore

અમિતાભ 1 કરોડથી બનાવી ચુક્યા છે 75 કરોડ, આમ જ નથી કહેવાતા સ્માર્ટ ઇન્વેસ્ટર

Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 05:59 PM

પૈસા બનાવવાના મામલે બિગ બી છે માસ્ટર, આ રીતે કર્યુ હતું ઇન્વેસ્ટમેન્ટ

  • amitabh bachchan and abhishek bachchan money invest in singapore

    યુટિલિટી ડેસ્ક: બોલીવુડ સુપરસ્ટર અમિતાભ બચ્ચન હાલમાં એક ટીવી ચેનલ પર ચાલી રહેલા પોતાના શો 'કોન બનેગા કરોડપતિ'ને લઇને ચર્ચામાં છે. જો કે ટૂંક સમયમાં જ તે KBC-10માં પહેલીવાર એક કન્ટેસ્ટેંટને 7 કરોડ રૂપિયાનો સવાલ પૂછવા જઇ રહ્યા છે. જેને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. જોકે પૈસા બનાવવાના મામલે અમિતાભ બચ્ચન પોતે પણ માસ્ટર છે. તે એક રોકાણથી માત્ર બે વર્ષની અંદર 1 કરોડ રૂપિયાને 75 કરોડ રૂપિયા બનાવી ચુક્યા છે. 1 અને 2 ઓક્ટોમ્બરના એપિસોડ્સમાં બિગ બી આસામમાં રહેનારી બે બાળકોની માતાને 7 કરોડનો સવાલ પુછવા જઇ રહ્યા છે.

    બિગ બીએ 1 કરોડને બનાવી દીધા હતા 75 કરોડ રૂપિયા
    બચ્ચનને પોતાની નાની રકમને કરોડોમાં બદવા માટે ખુબ જ માહિર માનવામાં આવે છે, આવું જ એક ઉદાહરણ ડિસેમ્બર, 2017માં સામે આવ્યું હતું. તેમણે કઇક એવું કરી બતાવ્યું, જેનાથી બે વર્ષની અંતર તેમની 1.57 કરોડની રકમ 114 કરોડ રૂપિયાની બની ગઇ. આ પ્રકારે તેમણે એવરેજ 1 કરોડ રૂપિયાને 75 કરોડ રૂપિયામાં બદલી નાખ્યા હતા.

    બિઝનેસ સ્ટેંડર્ડની એક રિપોર્ટ અનુસાર, બોલીવુડના મહાનાયક બિગ બી અને પોતાના પુત્ર અભિષેક બચ્ચને વર્ષ 2015માં સિંગાપુરની એક કંપની મેરીડિયન ટેક પ્રાઇવેટ લિ.માં 2.50 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. લગભગ બે વર્ષમાં તેમનું આ રોકાણ વધીને 1.75 કરોડ ડોલર (ડિસેમ્બર,2017ના એક્સચેંજ રેટ 65/ડોલરના હિસાબથી લગભગ 114 કરોડ રૂપિયા) થઇ ગયા. આને બિગ બી દ્વારા વિદેશમાં કરવામાં આવેલું પહેલું રોકાણ માનવામાં આવે છે.

    બે દિવસની અંદર બદલાઇ ગઇ કિસ્મત
    કેટલાક સમય પહેલા સુધી જ્યારે મેરીડિયન ટેક કોઇ જાણીતું નામ નહોતું. ડિસેમ્બર,2017માં નાટકિય તરીકે આ કંપનીની કિસ્મત જ બદલાઇ ગઇ, જ્યારે મેરીડિયનના પ્રમુખ એસેટ Ziddu.comને મીનાવલ્લી બેક્ડ એક અન્ય કંપની લોંગફિન કોર્પએ ખરીદી લીધી, જે નેસ્ડેકમાં લિસ્ટેડ છે.


    મેરીડિયન ટેકના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ બેન્કેટ શ્રીનિવાસ મીનાવલ્લીએ એક રિપોર્ટમાં કહ્યું હતું, ' આ ઇન્વેસ્ટમેંટ બે અલગ-અલગ એકાઉન્ટથી કરવામાં આવ્યું હતું. એક અમિતાભ બચ્ચનનું એકાઉન્ટ હતું, જેમાથી 1.50 લાખ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું. જ્યારે બીજુ અમિતાભ અને અભિષેકનું જોઇન્ટ એકાઉન્ટ હતું. જેમા 1 લાખ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું'.

    2000 ટકા વધ્યો લોન્ગફિનનો સ્ટોક
    ડિસેમ્બરમાં એક સમયે લોન્ગફિનનો સ્ટૉક 2000 ટકા સુધી પહોચી ગયો હતો, જ્યારે આનાથી પહેલા Ziddu.comના અધિગ્રહણની જાહેરાત બાદ આના સ્ટૉકમાં 2500 ટકાનો વધારો દાખલ કરવામાં આવ્યો હતો.


    મીનાવલ્લીએ જણાવ્યું, 'લોંગફિન દ્વારા કંપની ખરીદવાના ક્રમમાં બચ્ચન ફેમિલીને 2.50 લાખ શેર મળ્યા.' સોમવારે લોંગફિનના શેર 70 ડોલરના હતા. આ હિસાબથી બચ્ચન ફેમિલીની શેરહોલ્ડિંગની કિંમત 1.75 કરોડ ડોલર એટલે કે 114 કરોડ રૂપિયા થાય છે.

    બિટકોઇનથી જોડાઇ બિગ બીની લિંક
    સિંગાપુરની કંપનીમાં રોકાણની સાથે જ બિગ બીની લિંક બિટકોઇન સાથે પણ જોડાવવાની ચર્ચા ચાલી હતી. ડિસેમ્બર,2017માં આ કંપનીના વર્ણન 'બ્લોકચેન ટેક્નોલૉજી ઇમ્પાવર્ડ સોલ્યુશન પ્રોવાઇડર' તરીકે કરવામાં આવ્યું હતું, જે ક્રિપ્ટૉકરન્સીના યુઝથી માઇક્રોફાઇનેન્સની જાહેરાત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending