Amazon Freedom Sale: 9થી12 ઓગસ્ટ સુધી મળશે 20,000થી વધારે પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ, સ્માર્ટ ફોન પર 40%ની છૂટ

આ સેલ હેઠળ કંપની સ્માર્ટફોન્સ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત અન્ય 20,000થી વધારે પ્રોડક્ટ પર ઓફર આપશે

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 06:09 PM
Amazon India Announces Freedom Sale From August 9 to 12

યુટિલિટી ડેસ્ક: 15 ઓગસ્ટ નજીક આવી રહી છે અને આ વખતે ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયાએ તે દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવાની તૈયારી કરી છે. એમેઝોન પર 9થી12 ઓગસ્ટ સુધી ફ્રિડમ સેલ શરૂ કરવામાં આવશે. આ સેલ હેઠળ કંપની સ્માર્ટફોન્સ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત અન્ય 20,000થી વધારે પ્રોડક્ટ પર ઓફર આપશે.

કંપનીએ જાહેરાત કરી છે કે, ફ્રિડમ સેલ 9 ઓગસ્ટ બપોરે 12 વાગ્યાથી 12 ઓગસ્ટ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે. સેલ હેઠળ ઇ-કોમર્સ કંપની કેટલીક નવી પ્રોડક્ટ લોન્ચ કરશે અને One Plus, Huawei, Honor, Samsung, Vivo, Real Me, Nokia, Oppo, Moto, સહિત અન્ય બ્રાંડ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. સેલ સમયે SBIના Credit અથવા Debit કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકાનું કેશબેક પણ મેળવી શકાશે. કેટલીક નક્કી કરેલી Bankના Debit Card પર EMIની સુવિધા મળશે. ચાર દિવસના સેલ દરમિયાન એમેઝોન ઇકો ડિવાઇસ, ફાયર ટીવી સ્ટિક અને કિંડલ ઇ-રીડર્સ પર પણ છૂટ મળશે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેંટ (કેટિગરી મેનેજમેંટ) મનીષ તિવારીએ જણાવ્યું, 'અમે અમારા ગ્રાહકો સાથે ખાસ દિવસોની ઉજવણી કરવા માટે ઉત્સુક રહીએ છીએ. એમેઝોન ફ્રિડમ સેલમાં ગણુ બધું ઉપલબ્ધ છે. સેલ સમયે નવું લોન્ચિંગ, સારી ડીલ્સ, કેશબેક, નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેંજ ઓફર જેવા વિકલ્પ મળવાથી ગ્રાહકો એમેઝોન સાથે પોતાના સેલિબ્રેશનને ગ્રાંડ બનાવી શકશે.'

X
Amazon India Announces Freedom Sale From August 9 to 12
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App