એમેઝોને આપી આ અનલિમિટેડ કમાણીની તક, તમે પણ ઉઠાવી શકો છો ફાયદો

ઈ-કોમર્સ કંપની એમેઝોને તેની પ્રોડકટને સમગ્ર દુનિયામાં વેચવાની તક આપવાનો નિર્ણય કર્યો છે

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 08:34 PM
Amazon gives opportunity  to indian sellers

યુટિલિટી ડેસ્ક: ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતીય સેલર્સને તેમની પ્રોડકટને સમગ્ર દુનિયામાં વેચવાની તક આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કંપની તેના સેલર્સને એક્સપોર્ટ કરવાનું પ્લેટફોર્મ અપાવશે. કંપનીએ તેના બી-ટૂ-બી બિઝનેસ પ્લાનની જાહેરાત મંગળવાર કરી છે.

ભારત પણ થયું ગ્રુપમાં સામેલ

અમેઝોન અત્યાર સુધી આ સુવિધા અમેરિકા, બ્રિટન, જર્મન અને જાપાનના સેલર્સને આપી રહી હતી. હવે ભારત પણ આ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. કંપનીએ આ નિર્ણય ભારતમાં ચલાવવામાં આવી રહેલા પાયલોટ પ્રોજેકટના રિસપોન્સને ધ્યાનમાં રાખીને કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગત વર્ષે આ પ્રોગ્રામને પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. જેનો ખૂબ જ પોઝિટિવ રિસપોન્સ મળ્યો હતો. આ દરમિયાન તેમાં લગભગ 2000 લોકો જોડાયા હતા. તેને જોતા હવે સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી રહ્યો છે.

ઉત્પાદોની કરવામાં આવશે નિકાસ

અમેઝોન હવે ભારતમાં તેની સાથે જોડાનાર સેલર્સને નિકાસ કરવાની તક આપશે. આ પ્લાનથી ઉત્પાદક અને નિકાસકાર બંને જોડાઈ શકે છે. આ લોકોને એમેઝોન સાથે જોડાયેલા વિશ્વભરના હજારો કારોબારીઓ સાથે જોડાવાની તક મળશે. આ અંગેની જાણકારી અમેઝોને B2B બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પિયૂષ નાહરે આપી છે. તેમણે જણાવ્યું કે અમેઝોનના આ પ્લાન સાથે જોડાનારને ફોરચ્યુન 500 કંપનીઓ સિવાય મિડિયમ અને સ્મોલ કંપની સાથે જોડાવવાની તક મળશે.

અન્ય ફાયદા પણ મળશે

અમેઝોનના આ પ્લાન અંતર્ગત જોડાનાર ભારતીય કારોબારીઓને મોટા ઓર્ડર પર ડિસ્કાઉન્ટ રિફરલ ફીસ, બિઝનેસ પ્રાઈસ એન્ડ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ મળશે.

બે રીતે જોડાઈ શકાય

તેમણે જણાવ્યું કે એમેઝોન બિઝનેસ પ્લાનમાં બે રીતે જોડાઈ શકાય છે. એક બિઝનેસ ઓનલી પ્રાઈસિંગ અને બીજામાં સમગ્ર બેકએન્ડ સપોર્ટ આપવામાં આવે છે. આ બાબત એકસપોટરો માટે ખૂબ જ ફાયદાકારક છે. કંપનીએ જણાવ્યું કે વિશ્વભરના 10 બજારોમાં એમેઝોન ભારતના 32 હજાર રોકાણકારોને 9 કરોડ પ્રોડકટને વેચવામાં મદદ કરે છે.

આગળની સ્લાઈડમાં વાંચો, કંપનીને જોઈએ છે લોકો...

Amazon gives opportunity  to indian sellers

4000 ભરતી થઈ રહી છે

 

અમેઝોને કહ્યું કે ભારતમાં તેનું ઝડપથી કામ વધી રહ્યું છે. તેના કારણે તેને લગભગ 4 હજાર લોકોની જરૂરિયાત છે. કંપનીએ કહ્યું છે કે તે સતત લોકોની ભરતી કરી રહી છે. હાલ અમેઝોનના વિશ્વભરમાં લગભગ 5.6 લાખ કર્મચારી છે.

X
Amazon gives opportunity  to indian sellers
Amazon gives opportunity  to indian sellers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App