Home » National News » Utility » એલોવેરાની ખેતી કરી બની શકો છો લખપતિ, માત્ર 1 એકડમાં થાય છે 7 લાખ કમાણી|Aloe vera demand increases day by day

કરો એલોવેરાની ખેતી, માત્ર 1 એકરમાં કરી શકશો 7 લાખની કમાણી

Divyabhaskar.com | Updated - May 19, 2018, 06:23 PM

4થી 7 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે એલોવેરાના પત્તા

 • એલોવેરાની ખેતી કરી બની શકો છો લખપતિ, માત્ર 1 એકડમાં થાય છે 7 લાખ કમાણી|Aloe vera demand increases day by day
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એલોવેરાને દેશી ભાષામાં આપણે કુંવારપાઠું તરીખે ઓળખીએ છીએ

  યુટિલિટી ડેસ્ક: એલોવેરાની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. હવે એલોવેરાની ખેતી એ ખેડૂત માટે ફાયદાકારક બની ગઇ છે. તેની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. જોકે એક્સપર્ટનું એવું કહેવું છે કે, ખેડૂતોને કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને ખેતી કરવી જોઇએ અને પાંદડાની જગ્યા પર પલ્પ (માવો) વેચવો જોઇએ કારણકે પલ્પને વચેવાથી વધારે કમાણી થાય છે.

  છેલ્લા 25 વર્ષોથી ગુજરાતમાં એલોવેરાની ખેતી કરી રહેલા હરસુખ ભાઇ પટેલે એક ઇન્ટરવ્યૂના માધ્યમથી જણાવ્યું કે, એલોવેરાની એક એકર ખેતીથી સરળતાથી 5થી7 લાખની કમાણી કરી શકાય છે. હાલમાં બાબા રામદેવની પતંજલિ સહિત ઘણી કંપનીઓ એલોવેરા ખરીદી રહી છે.

  4થી 7 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે એલોવેરાના પત્તા

  એલોવેરાના પત્તા 4થી7 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાય છે. જોકે તે કોન્ટ્રાક્ટ પર ડિપેંડ કરે છે. તો બીજી તરફ તેના પલ્પ 20થી30 રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે. એક એકરમાં આશરે 16 હજાર પત્તા લગાવામાં આવે છે. એકસપર્ટ 8થી 18 મહિનામાં પહેલું કટિંગ કરવાની સલાહ આપે છે.

  કેવી રીતે કરાય ખેતી

  - એલોવેરા રેતાળ માટી અને ગરમ તાપમાનવાળા ક્ષેત્રમાં ખૂબ ઝડપથી ઉગે છે. જેમાં વધારે પાણીની જરૂર પડતી નથી.
  - તેથી ખેતી માટે એવી જગ્યા પસંદ કરવી જ્યાં પાણી અને ભેજ ના હોય, જમીન થોડી ઊંચાઇ પર હોવી જોઇએ. જેના કારણે વરસાદનું પાણી ભરાવાનો પણ ડર ન રહે.
  - ચોમાસા પહેલા ખેતરને ખેડવું સારું રહે છે. એકવાર ખેડ્યા બાદ 12-15 ટન ખાતર મિક્ષ કરીને ફરીથી ખેડવું જોઇએ.
  - છાણના ખાતરની સાથે યુરિયા, ફોસ્ફરસ, પોટાશને પણ સરખી માત્રમાં નાખવું જોઇએ. ત્યારબાદ ખેતરમાં 50x50 સેમી.ના અંતર પર ક્યારો બનાવી લેવો.
  - છોડને કોઇપણ સમયે વાવી શકો છો, જોકે વધારે સારો સમય જૂન-જૂલાઇનો હોય છે.

  આગળ વાંચો 3 વર્ષ સુધી લઇ શકાય છે પાક

 • એલોવેરાની ખેતી કરી બની શકો છો લખપતિ, માત્ર 1 એકડમાં થાય છે 7 લાખ કમાણી|Aloe vera demand increases day by day

  3 વર્ષ સુધી લઇ શકાય છે પાક

   

  - એકવાર પ્લાન્ટેશન કર્યા પછી 3 વર્ષ સુધી તેનો પાક લઇ શકાય છે. IEC111271, IEC111269 અને AL-1 હાઇબ્રિડ પ્રજાતિના એલોવેરાને દેશના દરેક ક્ષેત્રમાં ઉગાડી શકાય છે.
  - ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચ (ICAR) અનુસાર એક હેક્ટરમાં પ્લાન્ટેશનનો ખર્ચ લગભગ 27,500 રૂપિયા થાય છે, જ્યારે, મજૂરી, ખેતરની તૈયારી, ખાતરને જોડવામાં આવે તો પ્રથમ વર્ષે આ ખર્ચ 50,000 સુધી પહોચે છે.

  - વર્ષમાં તેમા 4થી5 વાર સિંચાઇ કરવું જરૂરી છે. સિંચાઇ માટે તમે ડ્રિપ અથવા સ્પ્રિકલર સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. ઉનાળાના સમયે 25 દિવસના અંતરે સિંચાઇ કરવી જરૂરી છે.

   

  પહેલા મજબૂત પત્તા કાપવા જોઇએ

   

  - આ પાક એક વર્ષ બાદ કાપવા લાયક થઇ જાય છે. હંમેશા છોડના નીચેના મજબૂત પત્તાને પહેલા કાપવા જોઇએ. ઉપરના નાજુક પત્તાને ન કાપવા.
  - કપાયેલા પત્તા પર નવા પત્તા ફરીથી ઉગવા લાગે છે. પ્રતિ હેક્ટર 50થી 60 ટન પત્તા વર્ષભર મળે છે.
  - મોટા પત્તાની દેશના અલગ અલગ માર્કેટમાં કિંમત લગભગ 2000થી 2500 રૂપિયા પ્રતિ ટન હોય છે.
  - બીજા વર્ષમાં 15થી 20 ટકા પત્તા વધારે મળે છે, જોકે ત્યારબાદ પ્રોડક્શનમાં ઘટાડો થવા લાગે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ