Home » National News » Utility » Airtel is offering 51 free Gift Cards for prepaid-postpaid users

Prepaid-Postpaid યુઝર્સ માટે એરટેલ આપી રહ્યું છે 51 રૂપિયાના ફ્રી ગિફ્ટ કાર્ડની ઓફર

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 03:02 PM

એરટેલનું Prepaid અથવા Postpaid સિમ કાર્ડ છે તો તમને 51 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ કાર્ડ મળશે

  • Airtel is offering 51 free Gift Cards for prepaid-postpaid users

    યુટિલિટી ડેસ્ક: પોતાની 23rd Anniversary સેલિબ્રેટના અવસરે એરટેલ કંપની પોતાના ગ્રાહકોને ગિફ્ટ કાર્ડની ઓફર આપી રહી છે. જેના માટે એરટેલે એમેઝોન પે સાથે ડીલ કરી છે. જો તમારી પાસે એરટેલનું Prepaid અથવા Postpaid સિમ કાર્ડ છે તો તમને 51 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ કાર્ડ મળશે. જેને તમે એમેઝોન પે વોલેટમાં એડ કરી શકો છો અને એમેઝોનમાંથી 51 રૂપિયાની કોઇપણ પ્રોડ્ક્ટ ખરીદી શકો છો. આ 51 રૂપિયાનો યુઝ તમે મોબાઇલ રિચાર્જ કરવા માટે પણ કરી શકો છો.

    ઓફર માટે Prepaid ગ્રાહકોએ 100 રૂપિયાથી વધારેનું રિચાર્જ કરાવવાનું રહેશે અને Postpaid સિમ કાર્ડ ગ્રાહકોને કોઇપણ ઇન્ફિનિટી પ્લાનની સાથે 51 રૂપિયાનું એમેઝોન પે ગિફ્ટ કાર્ડ મળશે. ડિજિટલ ગિફ્ટ કાર્ડ માય એરટેલ એપ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

    ગ્રાહકોએ તેના માટે પ્લે સ્ટોરથી માય એરટેલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ગ્રાહકોને ગિફ્ટ કાર્ડ એક્ટિવેટ કરાવવા માટે માય એરટેલ એપની અંદર 'એરટેલ થેક્સ' બેનર પર ક્લિક કરવાનું રહેશે. આ ડિજિટલ ગિફ્ટ કાર્ડ તે ગ્રાહકોને પણ ઉપલબ્ધ થશે, જેમણે 13 ઓગસ્ટથી લઇને આગલા 30 દિવસમાં 100 રૂપિયા અથવા તેનાથી વધારેનું એરટેલ Prepaid રિચાર્જ કરાવ્યું હશે અથવા કોઇ Postpaid બિલ પેમેંટ કર્યું હશે.

    એમેઝોન સાથેની આ પાર્ટનરશિપ પર ભારતીય એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર વાણી વેન્કટેશે જણાવ્યું કે, 'અમને ભારતના અગ્રણી સ્માર્ટફોન બનાવવાની આ 23મી યાત્રામાં અમારો સાથે આપવા માટે અમારા ગ્રાહકોનો ધન્યવાદ. અમને ગ્રાહકો સાથે આ ખુસીને શેર કરવા માટે એમેઝોન પે સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. ઓનલાઇન શોપિંગ સ્માર્ટફોનવાળા ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ભારતના સૌથી ઝડપી નેટવર્ક પર ડેટાના શ્રેષ્ઠ અનુભવની સાથે અમારા ગ્રાહક હવે રિચાર્જ અને બિલ પેમેન્ટનો વધારે ફાયદો ઉઠાવી શકશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ