માત્ર રૂ. 849માં ભારત અને 2000માં કરો વિદેશમાં મુસાફરી, આ એરલાઈનની છે ઓફર

એરએશિયાએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક જબરજસ્ત ઓફર રજૂ કરી છે

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 01:51 PM
Air asia offers discount under mega sale

નવી દિલ્હીઃ એરએશિયાએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક જબરજસ્ત ઓફર રજૂ કરી છે. આ ઓફર ઘરેલું અને આંતરાષ્ટ્રીય બંને ફલાઈટસની ટિકટ પર મળી રહી છે. માત્ર 849 રૂપિયામાં તમે ઘરેલું ફલાઈટની મજા લઈ શકો છો. 'મેગા સેલ' નામથી શરૂ આ સ્કીમ અંતર્ગત સિલેકટેડ રૂટસ પર જ સસ્તી ફલાઈટસનો ફાયદો મળશે. આ ઓફર અંતર્ગત ટિકિટ બુક કરાવવા પર ઓક્ટોબર 2018થી 28 મે 2019ની વચ્ચે યાત્રા કરી શકાય છે. તેમાં બેંગલુરું, જયપુર, નવી દિલ્હી, રાંચી, ચેન્નાઈની સસ્તી ટિકટ બુક કરાવી શકાય છે.

કેટલાક રૂટસના ભાડા પર નજર

- ભુવનેશ્વરથી રાંચીની ટિકિટ કુલ 849 રૂપિયા
- ભુવનેશ્વરથી કોલકતા 869 રૂપિયા
- કોચિથી બેંગલુરું 879 રૂપિયા
- ઈમ્ફાલથી ગોહાટી 879 રૂપિયા
- બેંગલુરુંથી કોચી 879 રૂપિયા
- બેંગલુરુંથી ચેન્નાઈ 879 રૂપિયા
- ભુવનેશ્વરથી બેંગલુરું 1499 રૂપિયા

આ દેશોમાં કરી શકાશે મુસાફરી

એર એશિયાએ કહ્યું છે કે આ ઓફર અંતર્ગત મલેશિયા, બેંગકોક, ફુકેટ, મેલબોર્ન જવા માટે તમારે ઓછા રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ જગ્યા માટે ટિકિટ ઓછામાં ઓછા 1999 રૂપિયામાં બુક કરાવી શકાય છે.

અહીં મળે છે એર એશિયાની સર્વિસ

એર એશિયાનું બેંગલુરું, રાંચી, જયપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટ્નમ, નાગપુર, ઈંદોર, કોચ્ચિ, હૈદરાબાદ, પુના, ગુવાહાટી, ચેન્નાઈ અને કોલકતામાં ઓપરેશન્સ છે.

શું છે ઓફરની શરતો

આ ઓફર અંતર્ગત એડવાન્સ ટિકિટ બુક કરવાની રહેશે. બુકિંગ માત્ર www.airasia.com કે એર એશિયા મોબાઈલ એપથી થશે. ટિકિટના ભાડામાં એરપોર્ટ ટેકસ પણ જોડાયેલો છે. આમ છતાં પણ ઘણાં એરપોર્ટ તેને અલગથી લે છે. 26 માર્ચથી 1 એપ્રિલની વચ્ચેની ટિકિટ બુક કરાવવાની રહેશે. ઓફર માત્ર એક તરફની ફલાઈટ પર જ લાગૂ થશે.

X
Air asia offers discount under mega sale
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App