Home » National News » Utility » આધાર બાયોમેટ્રિક માહિતી ડિલીટ થશે | Adhaar Biometric delete

આધાર થઇ શકશે કેન્સલ, બાયોમેટ્રિક ડીટેલ્સ પણ થશે ડિલીટ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 07:20 PM

આધાર કાર્ડ અંગે સરકાર લઇ શકે છે મહત્વનો નિર્ણય

  • આધાર બાયોમેટ્રિક માહિતી ડિલીટ થશે | Adhaar Biometric delete

    યુટિલિટી ડેસ્કઃ આધાર અંગે દેશમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે કે આધાર દરેક પ્રકારની સર્વિસ માટે ફરજિયાત નથી, પરંતુ હવે આધાર કાર્ડને લગતી ચર્ચામાં એક નવો જ વળાંક આવ્યો છે.

    The Hinduના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર આધાર એક્ટમાં સુધારાના અંતિમ તબક્કામાં છે. આ પ્રપોઝલ અનુસાર, કોઇ નાગરિક ઇચ્છશે તો પોતાનો આધાર નંબર કેન્સલ કરાવી શકે છે. જેમાં આધાર નંબર સાથે બાયોમેટ્રિક્સ અને ડેટા શામેલ છે.

    રિપોર્ટ અનુસાર, આધાર જાહેર કરતી સંસ્થા UIDAI એ આધાર એક્ટમાં 'ઓપ્ટ આઉટ' ઓપ્શન જોડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ શરત અનુસાર, લોકો આધારના સર્વર પરથી પોતાના બાયોમેટ્રિક ડિટેઇલ્સ ડિલીટ કરાવી શકશે. રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવ કાયદા મંત્રલાય પાસે ફરીથી મોકલવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, આધાર કેન્સલ કરાવવાનો ઓપ્શન ગણતરીના નહીં પરંતુ તમામ લોકોને મળવો જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ