Divya Bhaskar

Home » National News » Utility » adhaar Housing Finance giving to the best Offer

FDથી 3% વધારે વ્યાજ મેળવવાનો મોકો, આધાર હાઉસિંગ ફાયનાન્સ લાવી ઓફર

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 07:21 PM

AHFL 1400 કરોડ રૂપિયાની NCD લાવી રહી છે

  • adhaar Housing Finance giving to the best Offer

    યુટિલિટી ડેસ્ક: આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (AHFL)1400 કરોડ રૂપિયાનો નોન કન્વર્ટિવલ ડિબેંચર ( NCD)લાવી રહી છે. જેનો પરિપક્વતા પીરિયડ 3,5 અને 10 વર્ષ છે. કંપની આના પર ક્રમશ: 9.60 ટકા અને 9.75 ટકા વ્યાજની ઓફર આપી રહી છે. એટલે આમા બેન્કોથી અંદાજિત 3 ટકા વધારે વ્યાજ મળી રહ્યું છે. કંપની ઇશ્યૂ સાઇઝ 500 રૂપિયાની છે, પરંતુ તે 900 કરોડ રૂપિયા હજુ પણ લઇ શકે છે. આ ઓફર 14 સપ્ટેમ્બરે ઓપન થશે અને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. આમા મિનિમમ 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. અવરોધ 'પહેલે આવો પહેલે પાઓ'ના આધાર પર છે.

    શું હોય છે NCD
    NCD એટલે નોન કન્વર્ટિબલ ડિબેંચર કોઇ કંપની તરફથી જાહેર કરેલા એ બોન્ડ હોય છે જેને શેરમાં બદલી શકાતા નથી. આના પર સીડી અથવા કન્વર્ટિબલ ડિબેંચરની સરખામણીએ વધારે વ્યાજ દર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    બેન્ક એફડીથી વધારે વ્યાજની ઓફર
    કંપનીએ પોતાના NCDમાં 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષના રોકાણ માટે ઓફર આપી છે. કંપની ત્રણ વર્ષમાં 9.60 ટકા, 5 વર્ષમાં 9.65 ટકા અને 10 વર્ષમાં 9.75 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે, એસબીઆઇ ત્રણ વર્ષની એફડી પર 6.75 ટકા, 5 વર્ષમાં 6.80 ટકા અને 10 વર્ષમાં 6.85 ટકા વ્યાજ આપે છે.

    14 સપ્ટેમ્બરે ઓપન થશે ઓફર
    AHFLની આ ઓફર 14 સપ્ટેમ્બરે ઓપન થશે અને 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી દેવ શંકર ત્રિપાઠી અનુસાર, આ NCDથી વધેલી રકમનો 75 ટકા ભાગ લોન આપવા, રિપેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને 35 ટકા અન્ય કામોમાં કરવામાં આવે છે.

    ઇશ્યૂના મેનેજર
    આ ઇશ્યૂના લીડ મેનેજર્સ યસ સિક્યુરિટીઝ (ઇન્ડિયા)લિમિટેડ, એડવાઇસ એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, યસ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસિસ લિમિટેડ, ગ્રીન બ્રિજ કેપિટલ એડવાઇઝરી લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇજર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

    કંપનીનો બિઝનેસ
    આધાર હાઉસિંગ ફાયનાન્સ એક ડિપોજિટ ટેકિંગ હાઉસિંગ ફાયનાન્સ કંપની છે જે એનએચબીમાં રજિસ્ટર્ડ છે. તેનું ફોકસ દેશમાં ટિયર 2થી લઇને ટિયર 4 શહેરો તથા નગરોમાં ઇડબ્લ્યૂએસ અને એલઆઇજી સેગમેન્ટને આર્થિક હાઉસિંગ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરવાનું છે. કંપની 8.22 લાખ રૂપિયાથી 8.99 લાખ રૂપિયા સુધી હોમ લોન આપે છે. 20 રાજ્યોમાં કંપનીની 272 બ્રાંચ છે. લોનની એવરેજ લો ટેન્યોર 16 વર્ષ છે.

    એનસીડીને AA+ રેટિંગ
    આ ઇશ્યૂ હેઠળ જાહેર કરવામાં આવેલ પ્રસ્તાવિત એનસીડીને CARE AA+ (SO)રેટિંગ મળી છે. આઉટલૂક સ્ટેબલ છે. જ્યારે બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AA+ (SO) રેટિંગ આપ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending