ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» બેન્ક એકાઉન્ટમાં કરશો આ ભૂલો તો પડશે ભારે|Additional features of Basic Savings Bank Deposit Account

  બેન્ક એકાઉન્ટમાં કરશો આ ભૂલો તો પડશે ભારે, બેંક વસૂલી રહી છે હેવી પેનલ્ટી

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 09:37 PM IST

  BSBDA એક જીરો બેલેન્સ એકાઉંટ હોય છે, જેને કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે
  • બેન્ક એકાઉન્ટમાં કરશો આ ભૂલો તો પડશે ભારે, બેંક વસૂલી રહી છે હેવી પેનલ્ટી
   બેન્ક એકાઉન્ટમાં કરશો આ ભૂલો તો પડશે ભારે, બેંક વસૂલી રહી છે હેવી પેનલ્ટી

   નવી દિલ્હી: જો તમે બેન્કમાં બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોજિટ એકાઉન્ટ (BSBDA) ખોલાવ્યું છે તો આ મહત્વની વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા તરફથી થતી એક નાની ભૂલથી તમારે ચૂકવવો પડી શકે છે હેવી ચાર્જ. હાલમાં જ એક રિપોર્ટ સામે આવી હતી, જેના દ્વારા બેન્કોએ BSBDA માટે નક્કી ઉપાડની મર્યાદાથી વધારે ટ્રાન્જેક્શંસ પર કસ્ટમર્સ પાસેથી હેવી ચાર્જ વસૂલવામાં આવ્યા છે.

   BSBDA એક જીરો બેલેન્સ એકાઉંટ હોય છે, જેને કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે. સાથે તેમા મિનિમમ બેલેન્સ રાખવાની પણ કોઇ માથાકૂટ થતી નથી. જોકે RBI દ્વારા BSBDA એકાઉંટ માટે નક્કી દિશા-નિર્દેશો પ્રમાણે, આ એકાઉન્ટથી નક્કી કરેલા ઉપાડની મર્યાદા ક્રોસ થઇ ગયા બાદ આ એકાઉન્ટ BSBDA એકાઉન્ટ નથી રહેતું. તો આવો તમને જણાવી દઇએ કે BSBDA એકાઉન્ટની ખાસિયત શું છે અને તેને ખોલાવ્યા બાદ શું ભૂલો ના કરવી જોઇએ.

   આ છે BSBDA એકાઉંટની ખાસિયતો

   BSBDA એકાઉંટને કોઇપણ ભારતીય નાગરિક ખોલી શકે છે. તેના માટે ઉમ્ર કે પૈસાની જરૂર પડતી નથી.આ એકાઉન્ટને સિંગલ અને જોઇન્ટ એમ બંન્ને રીતે ખોલી શકાય છે.

   આ એકાઉન્ટને જીરો બેલેન્સ પર ખોલી શકાય છે સાથે જ તેમા મહિને મિનિમમ બેલેન્સ રાખવાની પણ કોઇ માથાકૂટ હોતી નથી.

   આ એકાઉંટથી પણ નોર્મલ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટની જેમ ડિપોજિટ, બેન્ક અથવા ATMથી કેશ વિડ્રો, ઇન્ટરનેટ બેન્કિંગ, ફંડ ટ્રાન્સફર, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી આવનારા ચેકને ડિપોજિટ કરી શકાય છે. આ તમામ સર્વિસ ફ્રી હોય છે.

   BSBDA એકાઉન્ટ તરફથી આપવામાં આવતું ATM કાર્ડ પણ ફ્રી ઓફ ચાર્જ હોય છે. તેના માટે કોઇપણ વાર્ષિક ફી આપવાની જરૂર નથી. BSBDA એકાઉન્ટના ઓપરેશનલ ના હોવા પર પણ કોઇ ચાર્જ નથી લાગતો. સાથે જ એકાઉન્ટને બંધ કરાવવા પર પણ કોઇ પ્રકારનો ચાર્જ નથી લાગતો.

   જો કોઇ વ્યક્તિ પોતાના સેવિંગ એકાઉન્ટને BSBDA એકાઉન્ટમાં ટ્રાંસફર કરવા માંગે તો તે સેવા પણ ઉપ્લબ્ધ હોય છે. તેના માટે કસ્ટમરે લેખિતમાં સહમતિ આપવાની રહેશે.

   આગળ ક્લિક કરીને જાણો કેવા પ્રકારની ભૂલો પડશે ભારે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બેન્ક એકાઉન્ટમાં કરશો આ ભૂલો તો પડશે ભારે|Additional features of Basic Savings Bank Deposit Account
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `