Home » National News » Utility » દર મહિને કરો માત્ર 2000ની ઇવેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ|A Better Option of National Pension System for Future Planning

દર મહિને કરો માત્ર 2000નું ઇન્વેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 09:42 PM

આ યોજનાનો લાભ 18 વર્ષથી લઇને 60 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ લઇ શકે છે

 • દર મહિને કરો માત્ર 2000ની ઇવેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ|A Better Option of National Pension System for Future Planning
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટીલિટી ડેસ્ક: ઓછી ઉંમરમાં જ બચત કરવા લાગીએ તો ભવિષ્ય ઘણું ઉજવળ બને છે. જો આપણે સમજદારીથી ઓછી રકમ સાથે પણ બચત કરવાનું શરૂ કરીએ તો ભવિષ્યમાં અચૂકપણે મોટો ફાયદો મળે છે. આજે અમે એવી સ્કિમ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ, જેમા દર મહિને ફકત 2 હજાર જમા કરવાથી ભવિષ્યમાં તમને દર વર્ષે 4.5 લાખ રૂપિયા મળતા રહેશે. જો આ જ રકમને મહિનાના હિસાબથી જોવામાં આવે તો દર મહિને તમને 38 હજાર રૂપિયા વધારે મળી રહ્યા છે. આ યોજના સરકારની છે, એટલે આ સ્કિમમાં જો તમે ઇન્વેસ્ટ કરશો તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ સામે તે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો લાભ 18 વર્ષથી લઇને 60 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ લઇ શકે છે.

  શું છે આ યોજના

  ફ્યૂચર પ્લાનિંગ માટે નેશનલ પેન્શન સિસ્ટમ એક બેટર વિકલ્પ બની રહ્યું છે. આ યોજનાને ભારત સરકારે 1 જાન્યુઆરી 2004માં લોન્ચ કરી હતી. સરકારીની સાથોસાથ પ્રાઇવેટમાં કામ કરનાર કોઇપણ કર્મચારી જેની ઉંમર 18થી60 વર્ષની અંદર છે, તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે.

  500 રૂપિયાથી શરૂ કરી શકીએ છીએ આ યોજના

  સારી વાત તો એ છેકે આ યોજનાને 500 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે, તો બીજી તરફ, રોકાણની મહત્તમ રકમ કઇપણ હોઇ શકે છે.

  કેવી રીતે મળે છે ફાયદો

  મોટાભાગે 25 વર્ષની ઉમરની વ્યક્તિ એ સ્થિતિમાં હોય છે કે તે દર મહિને કંઇક ને કંઇક રોકાણ કરી શકે છે. તેવામાં (મોટા ભાગના લોકો 25 વર્ષની ઉંમરમાં એવી સ્થિતિમાં આવી જાય છેકે તે મહિનામાં નાનુ-મોટુ રોકાણ કરી શકે છે. એવામાં) અમે 25 વર્ષની ઉમરને પસંદ કરી છે, જ્યાંથી આ સ્કીમમાં રોકાણ કરવાનું છે. (સરકારે 25 વર્ષ પસંફ કર્યા છે. જ્યાથી આમા રોકાણ કરવાનું છે.) આ યોજનામાં તમારે ત્યા સુધી રોકાણ કરવાનું રહેશે જ્યા સુધી તમારી ઉંમર 60 વર્ષની ના થાય.

  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો, 45 લાખ રૂપિયા ઉપાડવાનો પણ વિકલ્પ

 • દર મહિને કરો માત્ર 2000ની ઇવેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ|A Better Option of National Pension System for Future Planning
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  45 લાખ રૂપિયા ઉપાડવાનો પણ વિકલ્પ

   

  સ્કીમ પ્રમાણે જેટલું ફંડ 60 વર્ષમાં તૈયાર થાય છે, તેનું 40% ફંડની જ એન્યુટી ખરીદવી જરૂરી હોય છે. બાકી રહેલી રકમને તમે અમુક સ્ટેપ દ્વારા ઉપાડી શકો છો. તો ઉપર આપવામાં આવેલા રોકાણના આધારે જો તમે 60 વર્ષની ઉંમરમાં પૈસા ઉપાડવા માંગો છો તો તમને 45 લાખ સુધીની રકમ મળી શકે છે. અને બાકી રહેલી રકમની એમ્યુટી ખરીદી શકો છો.

  રિટાયર્મેન્ટ પછી તમારુ Monthly પેંશન વધારેમાં વધારે થાય, તે તમે એન્યૂટીમાં કેટલી રકમ ઇન્વેસ્ટ કરો છો તેના પર નક્કી થાય છે. જેટલી વધારે એન્યૂટી હશે, એટલું વધારે પેન્શન મળશે. જો કોઇ કારણસર તમારુ મૃત્યુ થઇ જાય છે તો પેન્શનની રકમ તમારા નોમિનીને આપવામાં આવે છે.

   

 • દર મહિને કરો માત્ર 2000ની ઇવેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ|A Better Option of National Pension System for Future Planning
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ક્યા ઇન્વેસ્ટ થાય છે તમારા પૈસા

   

  તમારા પૈસાને ઈક્વિટી માર્કેટ, સરકારી સિક્યોરિટીઝ, સરકારી બોન્ડ અને ફિક્સ ઇનકમ આપનાર ઇન્સ્ટ્રુમેન્ટમાં લગાવામાં આવે છે. તમારા પૈસા ક્યા લગાવા તેનો વિકલ્પ પણ તમારી પાસે હોય છે.  

   

  એકાઉન્ટ ખોલવું છે સરળ

   

  સરકારે દેશભરમાં પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (પીઓપી) બનાવ્યા છે. જેમા એનપીએસ એકાઉંટ ખોલાવી શકાય છે. દેશની લગભગ દરેક સરકારી અને પ્રાઇવેટ બેંકોને પીઓપી બનાવામાં આવી છે, જેમા કોઇપણ બેન્કની નજીકની શાખામાં એકાઉન્ટ ખોલી શકાય છે.

 • દર મહિને કરો માત્ર 2000ની ઇવેસ્ટ, આ જીવન મળતા રહેશે વર્ષે 4.5 લાખ|A Better Option of National Pension System for Future Planning

  આ ડોક્યુમેન્ટની પડે છે જરૂર

   

  સંપૂર્ણ રીતે ભરેલું રજિસ્ટ્રેશન ફોર્મ, જે બેન્કમાંથી મળી રહે છે.
  એક Address proof
  એક Identity proof
  બર્થ સર્ટિફિકેટ અથવા ધો. 10નું પ્રમાણપત્ર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ