ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ITI અને 12th pass માટે નીકળી છે નોકરી, મળશે 24 હજાર સુધીનો પગાર । 58 job vacancies in indian oil for the two posts

    ITI અને 12th pass માટે નીકળી છે નોકરી, મળશે 24 હજાર સુધીનો પગાર

    divyabhaskar.com | Last Modified - May 26, 2018, 01:43 PM IST

    ઇન્ડિયન ઓઇલે આઇટીઆઇ અને 12 પાસ યુવાનો માટો નોકરીની સુવર્ણ તક આપી છે
    • ITI અને 12th pass  માટે નીકળી છે નોકરી, મળશે 24 હજાર સુધીનો પગાર
      ITI અને 12th pass માટે નીકળી છે નોકરી, મળશે 24 હજાર સુધીનો પગાર

      યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન ઓઇલે આઇટીઆઇ અને 12 પાસ યુવાનો માટો નોકરીની સુવર્ણ તક આપી છે. ઇન્ડિયન ઓઇલે જૂનિયર ઓપરેટર અને જૂનિયર ઓપરેટર એવિએશમાં ખાલી પડેલી 58 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ પોસ્ટ પર આઇટીઆઇ ડિગ્રી હોલ્ડર અને 12 પાસ યુવાનોને નિયુક્ત કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 જૂન 2018 છે અને પોસ્ટ્સ માટે 18થી 26 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકશે.

      પોસ્ટ અને સંખ્યા
      જૂનિયર ઓપરેટરઃ
      25 જગ્યા
      જૂનયિર ઓપરેટર- એવિએશનઃ 33 જગ્યા

      અરજી કરવાની અંતિમ તારીખઃ 16 જૂન 2018

      શૈક્ષણિક લાયકાત
      જૂનિયર ઓપરેટરઃ 10 પાસ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇંસ્ટ્રૂમેન્ટ મેકેનિક્સ, ઇલેક્ટ્રિશિયન અથવા ફિટરમાં 2 વર્ષ આઇટીઆઇ કરેલું હોવું જરૂરી છે. સાથે જ ઉમેદવાર પાસે 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
      જૂનિયર ઓપરેટર(એવિએશન): ઓછામાં ઓછા 45 ટકા સાથે 12 પાસ હોય, ઓબીસી કેન્ડિડેટ માટે 40 ટકા હોવા જરૂરી છે. ભારે વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ જરૂરી છે.

      પગાર ધોરણ
      જૂનિયર ઓપરેટરઃ 10,500-24,500
      જૂનિયર ઓપરેટર(એવિએશન): 10,500-24,500

      વય મર્યાદા
      સામાન્ય શ્રેણી માટે 18થી 26 વર્ષ સુધી જ્યારે એસસીએસટીને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષની છૂટછાટ.

      અરજી કરવાની ફી
      સામાન્ય અથવા ઓબીસી ઉમેદવારે 150 રૂપિયા ફી ભરવાની રહેશે.

      મહત્વની તારીખ
      લેખિત પરીક્ષાની સંભવિત તારીખઃ 15 જુલાઇ 2018
      લેખિત પરીક્ષાના પરિણામની સંભવિત તારીખઃ 30 જુલાઇ 2018

      આ રીતે કરી શકો છો અરજી


      આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે https://www.iocl.com/PeopleCareers/job.aspx પર જવું. જ્યાં આ પોસ્ટ્સ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જે વાંચીને અરજી કરી શકો છો. અરજી 26 મેથી 17 જૂન 2018ની વચ્ચે કરી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ITI અને 12th pass માટે નીકળી છે નોકરી, મળશે 24 હજાર સુધીનો પગાર । 58 job vacancies in indian oil for the two posts
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `