Home » National News » Utility » શા માટે સમયસ ભરવુ જોઇએ IT રિટર્ન? 5 Reasons to Fill IT Return late

ડેડલાઇન પહેલા જમા કરો ઇન્કમ ટેક્સ, થશે આ 5 લાભ

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 02:00 PM

જેને આઇટીઆર દાખલ કરવાની બાકી હોય તેમણે 31 જુલાઇ પહેલા ફાઇલ કરી દેવું જોઇએ.

  • શા માટે સમયસ ભરવુ જોઇએ IT રિટર્ન? 5 Reasons to Fill IT Return late
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક: આઇટી રિટર્ન ભરવાનો સમય પૂર્ણ થવાની નજીક આવી રહ્યો છે, જે પણ લોકોને આઇટીઆર દાખલ કરવાની બાકી હોય તેમણે 31 જુલાઇ પહેલા ફાઇલ કરી દેવું જોઇએ, જો કોઇ વ્યક્તિએ સમય મર્યાદા પહેલા આઇટીઆર જમા નહીં કરાવે તો તે ઘણા બધા ફાયદાઓનો લાભ ઉઠાવી નહીં શકે. આઇટી રિટર્ન એક પુરાવો છેકે વ્યક્તિએ પોતાનો ટેક્સ સમયસર ચૂકવ્યો છેકે નહી. દર વર્ષે, ભારતીય નાગરિક જે ટેક્સ યોગ્ય રીતે પે કરે છે તેમને આઇટી રિટર્ન જમા કરાવવાનો હોય છે. આઇટીઆર ફાઇલ કરવાથી તે લોકોને રિફંડ મળે છે જે લોકોએ જરૂરિયાતથી વધારે ટેક્સ જમા કરાવ્યો હોય.

    વધુ દંડ

    આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે, જો કોઇ વ્યક્તિ વર્ષ 2018-19 માટે આઇટીઆર જમા કરાવાવામાં નિષ્ફળ રહે છે તો તેની પાસેથી આઇટીઆર દંડ સ્વરૂપ 10000 રૂપિયા વસૂલ કરવામાં આવશે. જો 31 જુલાઇ બાદ અને 31 ડિસેમ્બર પહેલા કોઇ વ્યક્તિ આઇટીઆર ફાઇલ કરે છે તો તેમને 5000 રૂપિયાનો દંડ અને 31 ડિસેમ્બર પછી ફાઇલ કરનાર વ્યક્તિને 10000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે. આ દંડ 5 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકોને લાગૂ પડે છે. 5 લાખ અથવા તેનાથી ઓછી આવક ઘરાવતા લોકોને 1000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે.


    દર મહિને વ્યાજ

    જો કોઇ વ્યક્તિ સમય પર રિટર્ન જમા નથી કરતી તો 5000 અથવા 10000 દંડ સિવાય ટેક્સ રકમ પર 1 ટકા દંડ વ્યાજ સ્વરૂપે ચૂકવવાનો રહ્યો છે. એટલે કે જો ટેક્સની રકમ 20 લાખ રૂપિયા છે અને Unpaid Tax રકમ 10000 રૂપિયા છે, તો જો વ્યક્તિ 1 જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરે છે તો તેને ડિસેમ્બરના સમયગાળા માટે 1 ટકા વ્યાજ આપવાનું રહેશે, 5 મહિના માટે રકમ 12000 રૂપિયા ( 2000 વ્યાજ દંડ અને 10000 ફાઇન ) રહેશે.

    લોન અને વિઝા માટે

    વિભિન્ન પ્રકારની સેવાઓનો લાભ ઉઠાવવા માટે આઇટી રિટર્ન મહત્વપૂર્ણ છે, જો કોઇ વ્યક્તિ વિઝા માટે એપ્લાઇ કરે છે તો, દેશ વિઝા જાહેર કર્યા પહેલા ત્રણ થી 5 વર્ષના આઇટી રિટર્નનની વિગતો માંગે છે. તે સિવાય બેન્ક લોન માટે પણ આઇટીઆરની વિગતો આપવી જરૂરી હોય છે.

    આગળ વાંચો, અનુકૂળ નાણાકીય ઇતિહાસ બનાવો

  • શા માટે સમયસ ભરવુ જોઇએ IT રિટર્ન? 5 Reasons to Fill IT Return late

    અનુકૂળ નાણાકીય ઇતિહાસ બનાવો

     

    આઇટીઆરની ઓનલાઇન ફાઇલિંગથી ટેક્સ વિભાગ કોઇપણ વ્યક્તિનો નાણાકીય રેકોર્ડ ખુબજ ઝડપથી અને સરળતાથી બનાવે છે. આ વિગતો ઘણા સંગઠનો દ્વારા પસંદ કરવામાં આવે છે, ભલે તે નાણાકીય હોય કે પછી જેની સાથે ભવિષ્યમાં વ્યાપારિક સંબંધો બનાવવાના હોય.

     

    મોંઘા લાઇફ કવર ખરીદવા

     

    50 લાખ અને 1 કરોડ રૂપિયાના વીમો કરાવવો આજકાલ સામાન્ય બની ગયો છે, આ વીમા કવર વાર્ષિક આવકની સત્યતા કરવા માટે તમને આઇટીઆર ડોક્યુમેન્ટ વિરુદ્ધ ઉપલબ્ધ કરાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ