યુટિલિટી ડેસ્ક: દિલ્હી સરકારે પણ ફૂડ ડિલેવરીના જેમ જનતા માટે 40 સર્વિસરની ડોર-સ્ટેપ ડિલિવરી શરૂ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દેશ જ નહીં પરંતુ દુનિયામાં આવું પહેલી વાર થઇ રહ્યું છે જ્યારે પબ્લિકને 40 સર્વિસ માટે સરકારી ઓફિસના ચક્કાર લગાવવાની જરૂર નહીં પડે. અને લાંબી લાઇનનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આ સર્વિસથી લોકો કામ સમયે લેવાતા એક્સ્ટ્રા ચાર્જથી બચી જશે.
આ 40 સર્વિસનો મળશે ફાયદો
સરકાર અલગ-અલગ ડિપાર્ટમેન્ટની 40 સર્વિસને સુધી અરજદારના ઘર સુધી પહોચાડશે. જેમા જાતિ પ્રમાણ પત્ર, આવક પ્રમાણ પત્ર, લગ્નનું રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય, નવા પાણી અથવા સીવર કનેક્શન અથવા કેન્સલ કરવા માટે એપ્લાય જેવી કુલ 40 સર્વિસ સામેલ કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ આ અંકને 70 સર્વિસ સુધી પહોચાડવામાં આવશે.
આ રીતે મળશે આ સર્વિસ
સરકારે આ બધી 40 સર્વિસના બેનિફિટ લેવા માટે 1076 નંબર જાહેર કર્યો છે. અરજદારે આ નંબર પર ફોલ કરી 'Mobile assistant' સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરવાની રહેશે. એટલે સરકારના પ્રતિનિધિ તમને મળવા માટે તમાર ઘરે ક્યારે આવે, તેનો સમય ફિક્સ કરવાનો રહેશે. આ સમય સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી હોઇ શકે છે.
નક્કી સમય અનુસાર મોબાઇલ અસિસ્ટંટ એક ટેબલેટની સાથે અરજદારના જણાવેલા એડ્રેસ પર જશે. અહીં ફોર્મ ભરાવશે અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશે. પ્રોસેસ પુરી થયા બાદ આ સર્વિસ માટે અરજદારે 50 રૂપિયા આપવાના રહેશે. ત્યાર બાદ સર્વિસથી જોડેલા ડોક્યુમેન્ટ અથવા સર્ટિફિકેટને અરજદારોને પોસ્ટ દ્વાર પહોચાડવામાં આવશે. કોલ સેંટર 24 કલાક સુધી ચાલુ રહેશે.
અરજદારોની સુરક્ષાનું પણ રાખવામાં આવશે ધ્યાન
અરજદારના ઘરે જે પણ મોબાઇલ અસિસ્ટન્ટ આવશે તેનું પોલીસ વેરિફિકેશન પહેલેથી જ કરેલું હશે. મોબાઇલ અસિસ્ટન્સ પાસે અરજદારનો મોબાઇલ નંબર રહેશે નહીં.