નોકરિયાત છો તો ગ્રેચ્યુઇટી અંગે જાણી લો 4 વાત, કેલક્યુલેશન માટે કામ આવશે આ ફોર્મૂલા

4 things will helpful to know about gratuity

divyabhaskar.com

Nov 15, 2018, 01:40 AM IST

યુટિલિટી ડેસ્કઃ નોકરી કરનાર દરેક વ્યક્તિએ ગ્રેચ્યુઇટી અંગે સાંભળ્યુ હોય છે પરંતુ તે છે શું અને તેને કેવી રીતે મેળવવી તે અંગે બહુ ઓછા લોકો જાણતા હોય છે. સાથે જ તેની સાથે જોડાયેલા ફેક્ટ જેમકે તેના પર ટેક્સમાં છૂટછાટના નિયમ શું છે. આજે અમે ગ્રેચ્યુઇટી અંગેની એવી જ કેટલીક વાતો જણાવી રહ્યાં છીએ.

ગ્રેચ્યુઇટી માટેના હકદાર
પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, 1972ના સેક્શન 3 અનુસાર, 10 અથવા તેનાથી કર્મચારીવાળી કોઇપણ ફેક્ટરી, ખાણ, ઓઇલ ફિલ્ડ, પ્લાન્ટેશન, પોર્ટ, રેલવે કંપની દુકાન અથવા અન્ય એસ્ટાબ્લિશમેન્ટે પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી આપવી પડશે. તેમજ બાદમાં કર્મચારી ઓછા થઇ જાય તો પણ હકદાર કર્મચારીને ગ્રેચ્યુઇટી આપવામાં આવશે. જેમાં કોન્ટ્રાક્ટ વર્કર્સ, ટેમ્પરરી સ્ટાફ, ઓવરસિઝ એસાઇનમેન્ટ અથવા ડેપ્યુટેશન પર રાખવામાં આવેલા એમ્પ્લોય પણ આવે છે. જોકે એમ્પ્રેન્ટિસને આ સુવિધા આપવામાં આવતી નથી.

ક્યારે મળે છે ગ્રેચ્યુઇટી
ગ્રેચ્યુઇટી મેળવવા માટે એમ્પ્લોયે કોઇપણ એસ્ટાબ્લિશમેન્ટમાં સતત 5 વર્ષ નોકરી કરવી જરૂરી છે. ત્યારબાદ નોકરી છોડો, રિટાયર, મૃત્યુ અથવા બિમારી, એક્સિડન્ટમાં અક્ષમ થાઓ ત્યારે પૈસા મળે છે. જોકે મૃત્યુ અથવા અક્ષમ હોવ ત્યારે ગ્રેચ્યુઇટી એમાન્ટ આપવા માટે 5 વર્ષ પૂરા હોવા જરૂરી નથી. મૃત્યુવાળા કેસમાં ગ્રેચ્યુઇટી એમાઉન્ટ નોમિનીને મળશે. નોમિની ન હોય તો તેના ઉત્તરાધિકારીને આપવામાં આવશે.

કેટલા દિવસમાં મળે છે
એમ્પ્લોયર માટે એમ્પ્લોય નોકરી છોડે, રિટાયર થાય, મૃત્યુ અથવા અક્ષમ હોય તો 30 દિવસની અંદર ગ્રેચ્યુઇટી આપવાની જોગવાઇ છે. જો નક્કી સમયમાં એવું ન થાય તો એમ્પ્લોયરે સરકાર દ્વારા નક્કી વ્યાજ સાથે ગ્રેચ્યુઇટી એમાઉન્ટ આપવી પડે છે.

ટેક્સ બેનિફિટ કેવી રીતે મળે છે
ઇનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ ગ્રેચ્યુઇટી પર અનેકવાર ટેક્સ બેનિફિટનો લાભ લઇ શકાય છે, પરંતુ 20 લાખ રૂપિયા સુધી જ ગ્રેચ્યુઇટી પર તમને બેનિફિટ મળે છે, એટલે કે આ લિમિટથી વધારે ગ્રેચ્યુઇટી એમાઉન્ટ પર તમારે ટેક્સ આપવો પડશે. જો તમે એક કરતા વધારે સ્થળે કામ કરી રહ્યાં છો, જૂના એમ્પ્લોયરથી ગ્રેચ્યુઇટી લઇ ચૂક્યા છો તો આગળ જતાં તમારી ટેક્સ બેનિફિટ લેવાની લિમિટ ઘટી જશે.

આવી રીતે કરો કેલક્યુલેટ
તમને કેટલી ગ્રેચ્યુઇટી મળશે તેનું કેલક્યુલેશન એક ફોર્મૂલા થકી જાણી શકાય છે. આ ફોર્મૂલા છે..
છેલ્લી સેલરી(બેઝિક+DA)*નોકરીના વર્ષ*15/26

X
4 things will helpful to know about gratuity

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી