Divya Bhaskar

Home » National News » Utility » Jio આપશે 3000 લોકોને નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી । 3 thousand job vacancies in reliance jio

Jio આપશે 3000 લોકોને નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:03 PM

એક હજારથી વધારે આઇટી અને ટેક જગતના લોકો માટે પણ જીઓમાં નોકરી બહાર પાડવામાં આવી

  • Jio આપશે 3000 લોકોને નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી । 3 thousand job vacancies in reliance jio
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ (Reliance Jio)એ જોબ વેકેન્સી બહાર પાડી છે. જે અંગેની માહિતી જીઓની અધિકૃત વેબસાઇટ jio.com પણ આપવામાં આવી છે. વેબસાઇટ અનુસાર, જીઓમાં અંદાજે 3 હજાર જગ્યાઓ બહાર પડી છે, જેના પણ નોકરી વાંચ્છુકો અરજી કરી શકે છે. આ ઉપરાંત એક હજારથી વધારે આઇટી અને ટેક જગતના લોકો માટે પણ જીઓમાં નોકરી બહાર પાડવામાં આવી છે.

    જીઓની વેબસાઇટમાં આ તમામ વેકેન્સી અંગે વિસ્તારપુર્વક જણાવવામાં આવ્યું છે. એન્જિનિયર્સ માટે અંદાજે 922 પોસ્ટ માટે નોકરી બહાર પડાઇ છે. આ ઉપરાંત સેલ્સ, માર્કેટિંગ ક્ષેત્રમાં પણ અરજી કરી શકાય છે. હાલના સમયમાં જીઓમાં 112 નોકરીઓ આઇટી ડિપાર્ટમેન્ટમાં બહાર પાડવામાં આવી છે. જીઓમાં આઇટીમાં બહાર પડેલી નોકરીઓ માટે કંપની સોફ્ટવેર ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરનાર લોકોને તક આપી રહી છે.

    જીઓમાં નોકરી માટે આ રીતે કરી શકો છો અરજી

    જીઓમાં બહાર પડેલી 3 હજાર નોકરીઓમાં તમારે સૌથી પહેલા https://careers.jio.com/ પર જવું પડશે. જ્યાં રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે વિવિધ પદો માટે અરજી કરી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો Jio લાવ્યું સ્પેશિયલ ધન ધના ધન લાઇવ શો

  • Jio આપશે 3000 લોકોને નોકરી, જાણો કેવી રીતે કરશો અરજી । 3 thousand job vacancies in reliance jio

    Jio લાવ્યું સ્પેશિયલ ધન ધના ધન લાઇવ શો

     અગાઉ કૌન બનેગા કરોડપતિ સમયે જિયો પ્લે અલોંગ જેવી જે ગેમ આઇપીએલ માટે પણ તૈયાર કરવામાં આવી છે. તે સિવાય જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે મળીને એક સ્પેશિયલ કોમેડી શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, વિરેન્દ્ર સહેવાગ અને કપિલ દેવ પણ આ શોનો ભાગ બની શકે છે. આ શો એક્સક્લુસિવલી માયજિયો એપ પર રજૂ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending