તમારા ફોનમાં છુપાયેલા છે કામના આ 3 સેટિંગ, આ રીતે કરો યુઝ

અહીં અમે તમને સ્માર્ટફોનના કેટલાક એવા સિક્રેટ સેટિંગ્સ વિશે જણાવી રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 01:38 PM
3 secrets settings of smartphone, you must know

યુટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને સ્માર્ટફોનના કેટલાક એવા સિક્રેટ સેટિંગ્સ વિશે જણાવી રહ્યાં છે. જેના વિશે તમને ખબર નહિ હોય. કદાચ ખ્યાલ હશે તો તમે નહિ જાણતા હોવ કે તેનો યુઝ કઈ રીતે કરવો જોઈએ. આ સેટિંગ તમારા ફોનમાં જ છુપાયેલી છે. તેને ઓન કરીને તમે ફોનના ડેટાને હાઈડ કરી શકો છો. ફોનને કોઈ પેટર્ન કે પાસવર્ડ વગર લોક કરી શકાય છે. આવા જ 3 સિક્રેટ સેટિંગ તમે અહીં જાણશો.

આગળની સ્લાઈડ્સમાં જાણો સેટિંગને યુઝ કરવાની પ્રોસેસ...

3 secrets settings of smartphone, you must know

આ સેટિંગથી ફોનને કરી શકાય છે લોક

 

મોટા ભાગે લોકો ફોન હાથમાં આપવા પર આપણા ફોટો અને Whatsapp ચેટ ખોલીને  જોતા હોય છે. આ કારણે આપણને ડર લાગે છે. જોકે આ સેટિંગ કર્યા બાદ તમને આ બાબતનો ડર રહેશે નહિ. કારણ કે તમારો ડેટા હાઈડ થઈ જશે. આ કારણે કોઈ તમારી ચેટ પણ નહિ દેખી શકે કે તમારી કોઈ ગેલેરી પણ ઓપન નહિ કરી શકે.

 

આ રીતે કરો સેટિંગ

 

આ માટે તમારે સ્માર્ટફોનના સેટિંગમાં જઈને User ઓપ્શન પર ક્લીક કરવાનું છે. અહીં Owner અને Guest લખેલું દેખાશે. Guest પર ટેપ કરી દો. હવે તમારો પર્સનલ ડેટા કોઈ નહિ દેખી શકે. જો તમે કોઈને ફોન આપશો તો પણ તે લિમિટેડ ચીજોને જ એક્સેસ કરી શકશે. આ સેટિંગ ફોન લોક અને એપ લોકની જેમ કામ કરશે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

3 secrets settings of smartphone, you must know

ફોનની સ્ક્રીનને નાઈટના હિસાબથી ચેન્જ કરો

 

રાતમાં ફોન યુઝ કરવા પર તેની લાઈટથી આપણને  અને બીજાને ડિસ્ટર્બ થાય છે. તેની સાથે જ આપણી આંખ પર પણ ખરાબ અસર થાય છે. આ સેટિંગને કર્યા બાદ તમારો ફોન બ્લેક એન્ડ વ્હાઈટમાં ચેન્જ થઈ જશે. તેનો તમે રાતે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

 

આ રીતે કરો સેટિંગ

 

આ માટે તમે સેટિંગમાં જઈને Accessibilityમાં જાઓ. અહીં color inversionને ઓન કરી દો.

 

આગળની સ્લાઈડસમાં જોવા માટે ક્લીક કરો

3 secrets settings of smartphone, you must know

સ્ક્રીન લોક કરનારું Setting

 

જો તમે ફોનમાં આ સેટિંગને કરી દો છો તો તેનાથી પોતાની સ્ક્રીન લોક થઈ જશે. જો તમે ફોનને ખોલીને કોઈને આપી દેશો તો તે એટલો જ ડેટા એક્સેસ કરી શકશે જેટલો તેમને સામે દેખાઈ રહ્યો છે. એટલે કે તમે કોઈને વિડિયો દેખાડવા માટે ફોન આપ્યો તો તે માત્ર વિડિયો જ જોઈ શકશે. વિડિયો બંધ થયા બાદ તે બીજા કોઈ ફોલ્ડરમાં નહિ જઈ શકે.

 

આ રીતે કરો સેટિંગ

 

ફોનના સેટિંગમાં જઈને Securityમાં જાઓ. અહીં Screen Pinningનું ઓપ્શન જોવા મળશે. તેની પર ટેપ કરો. આ ઓપ્શન ઓન થઈ જશે. હવે યુટયુબ કે કોઈ બીજું ફોલ્ડર ખોલો અને હોમબટનમાં રાઈટમા આપેલા ઓપ્શન પર ટેપ કરો. ત્યારે તમને એક પિન જોવા મળશે. તેને ટેપ કરો. સ્ક્રીન પિન થઈ ગઈ છે. હવે કોઈ અહીંથી સ્ક્રીન બેક કરીને પરત નહીં જઈ શકે. સ્ક્રીનને અનપિન કરવા માટે બેક સ્ક્રીન પર લોન્ગ પ્રેસ કરવાનું રહેશે. 

X
3 secrets settings of smartphone, you must know
3 secrets settings of smartphone, you must know
3 secrets settings of smartphone, you must know
3 secrets settings of smartphone, you must know
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App