આયુષ્માન ભારત સ્કીમ: 20 રાજ્યોએ અપનાવ્યો ટ્રસ્ટ મોડલ, 8 રાજ્યોમાં હશે હાઇબ્રિડ મોડલ

જાણો, શું હોય છે ટ્રસ્ટ મોડલ અને હાઇબ્રિડ મોડલ, અને તેના ફાયદા-નુકસાન

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:12 AM
20 states embraced trust model and 8 states will have a hybrid model

યુટિલિટી ડેસ્ક: દેશભરમાં આયુષ્માન સ્કીમ લાગુ કરવાને લઇને રાજ્યોની વીમા કંપનીઓ પર ભરોશો નથી. આ કારણથી 20 રાજ્યોએ આ સ્કીમને ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે 8 રાજ્યોએ પોતાના ત્યાં આયુષ્માન ભારત સ્કીમ હાઇબ્રિડ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય લીધો છો. આયુષ્માન ભારત સ્કીમ 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થઇ રહી છે. આ સ્કીમ હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની સારવાર માટે ફ્રી સર્વિસ આપવામાં આવશે.

શું હોય છે ટ્રસ્ટ મોડલ
સુત્રોના જણાવ્યા અનુસાર, દેશના 20 રાજ્યોના આયુષ્માન સ્કીમ ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે આમા વીમા કંપનીઓની કોઇ ભૂમિકા નહીં હોય. રાજ્ય આયુષ્માન સ્કીમ માટે એક ટ્રસ્ટ બનાવશે અને આયુષ્મા સ્કીમ હેઠળ લોકોના સારવાર પર આવનાર ખર્ચની ચુકવણી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. દેશના મોટાભાગના રાજ્યો આ મોડલ પર સ્કીમને લાગુ કરવા ઇચ્છે છે.

હાઇબ્રિડ મોડલમાં શું હોય છે
દેશના 8 રાજ્યોએ આયુષ્માન સ્કીમના હાઇબ્રિડ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હાઇબ્રિડ મોડલમાં ઇન્શ્યોરન્સ અને ટ્રસ્ટ બંન્ને મોડલ હોય છે. ઉદાહરણ તરીકે, જો આયુષ્માન સ્કીમ હેઠળ કોઇ લાભાર્થીની સારવાર કરાવે તો 1 લાખ રૂપિયા સુધીના ખર્ચની ચુકવણી વીમા કંપની કરશે. જ્યારે સારવારનો ખર્ચ 1 લાખ રૂપિયાથી વધારે છે તો તેની ચુકવણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

X
20 states embraced trust model and 8 states will have a hybrid model
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App