20 લાખનો કેન્સર કવર પ્લાન માત્ર 13 રૂપિયા ડેલી ખર્ચમાં, મેડિકલ ટેસ્ટની પણ નહીં પડે જરૂર

18 વર્ષથી 65 વર્ષની ઉંમરનો કોઇ પણ વ્યક્તિ આ પ્લાન ખરીદી શકે છે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:44 PM
20 lakh cancer cover plan, only 13 rupees per day

યુટિલિટી ડેસ્ક: તમે માત્ર 13 રૂપિયા ડેલી ખર્ચ પર 20 લાખ રૂપિયાનો કેંસર કેર પ્લાન ખરીદી શકો છો. આ સુવિધા HDFC લાઇફ ઇન્શ્યોરન્સ ઓફર કરી રહી છે. આ પ્લાન હેઠળ શરૂઆતી સ્ટેલમાં કેન્સર ડિટેક્ટ થવા પર પોલિસી હોલ્ડરને એકસાથે પૈસા મળી જાય છે. તે સિવાય પ્લાન હેઠળ દર વર્ષે શરૂઆતી સમ ઇન્શ્યોર્ડ 10 ટકા વધી જાય છે. 18 વર્ષથી 65 વર્ષની ઉંમરનો કોઇ પણ વ્યક્તિ આ પ્લાન ખરીદી શકે છે.

કેટલું હશે પ્રીમિયમ
જો કોઇ 36 વર્ષનો વ્યક્તિ 20 વર્ષ માટે કેન્સર કેર પ્લાનના સિલ્વર ઓપ્શન હેઠળ 20 લાખ રૂપિયાનો કવર લે છે તો તેના માટે વાર્ષિક પ્રીમિયમ લગભગ 4500 રૂપિયા થશે. જેમા ટેક્સ પણ સામેલ છે. એટલે આ પ્લાન માટે તમારે ડેલીનો ખર્ચ લગભગ 13 રૂપિયાનો આવશે. આ પ્રીમિયમ એવા લોકો માટે છે જે સ્મોકિંગ નથી કરતા. જો તમે સ્મોકિંગ કરો છો તો તમારા માટે વાર્ષિક પ્રીમિયમ વધી જાય છે.

મેડિકલ ટેસ્ટની જરૂર નથી
આ પ્લાનને ખરીદવા માટે તમારે કોઇપણ પ્રકારના મેડિકલ ટેક્સની જરૂર નથી. તમારે મેડિકલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપવાના રહેશે. આ સવાલોના જવાબ આપીને તમે ઓનલાઇન આ પોલિસી ખરીદી શકો છો.

વેટિંગ પીરિયડમાં કેન્સરની જાણ થવા પર નહીં મળે ફાયદો
પ્લાન હેઠળ જો વેટિંગ પીરિયડમાં કેન્સરની જાણ થાય છે અથવા કેન્સરના લક્ષણ સામે આવે છે તો આ પ્લાન હેઠળ કોઇપણ પ્રકારના બેનિફિટ મળતા નથી.

સિલ્વર ઓપ્શનમાં ફાયદો
કેન્સર કેર પ્લાનના સિલ્વર ઓપ્શન હેઠળ કેન્સર ડાયગ્નોસ થવા પર તમને એકસાથે રકમ મળી જાય છે. જો તમારી શરૂઆતી સ્ટેલમાં કેન્સર ડિટેક્ટ થાય છે તો તમને કુલ સમ ઇન્શ્યોર્ડના 25 ટકા એકસાથે રકમ તરીકે મળી જાય છે. જો કેન્સર એડવાન્સ સ્ટેજ પર ખબર પડે છે તો સમ ઇન્શ્યોર્ડના 100 ટકા સુધી એકસાથે મળી જાય છે. જો શરૂઆતી સ્ટેજમાં કેન્સર ડિટેક્સ થાય છે તો ક્લેમ પર આગલી 3 પોલિસી વર્ષ માટે પ્રીમિયમ માફ થઇ જાય છે.

પ્લેટિનમ ઓપ્શનમાં મળશે ઇનકમ બેનિફિટ
કેન્સર કેર પ્લાનમાં પ્રીમિયમ ઓપ્શનમાં એડવાન્સ સ્ટેજમાં કેંસર ડિટેક્ટ થવા પર આવનાર 5 વર્ષ સુધી ઇનકમ બેનિફિટનું ઓપ્શન પણ મળે છે. ગોલ્ડ અને પ્લેટિનમ ઓપ્શન હેઠળ સમ ઇન્શ્યોર્ડ દર વર્ષે 10 ટકા સુધી વધે છે. આ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી વધેલા સમ ઇન્શ્યોર્ડ શરૂઆતી સમ ઇન્શ્યોર્ડના 200 ટકા સુધી ના થઇ જાય અથવા કોઇ ક્લેમ કરવામાં આવે. ગોલ્ડ અને પ્લેટિનમ ઓપ્શનમાં વધારે પ્રીમિયમ મળે છે.

X
20 lakh cancer cover plan, only 13 rupees per day
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App