ગુજરાતમાં આ ડિપાર્ટમેન્ટમાં 105 જગ્યા પર કરાશે ભરતી, સેલરી 38 હજાર રૂપિયા

આ બન્ને પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2018 છે

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 02:02 PM
105 vacancies in GWSSB gujarat government

યુટિલિટી ડેસ્કઃ ગુજરાત સરકાર દ્વારા પાણી પુરવઠા અને ગટ વ્યવસ્થા બોર્ડમાં બે પોસ્ટ માટે કુલ 105 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જેમાં અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) માટે 83 જ્યારે અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક) માટે 22 પ્રતિભાશાળી ઉમેદવારોની ભરતી કરવામાં આવનારી છે. આ બન્ને પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2018 છે. અરજી કરવાની તમામ માહિતી માટે તમે https://ojas.guj.nic.in/ તથા બોર્ડની વેબસાઇટ https://www.gwseb.gujarat.gov.in/ પર જઇ શકો છો. ઓનલાઇન અરજી https://ojas.guj.nic.in/ કરવાની રહેશે.

પોસ્ટઃ અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)
જગ્યાની સંખ્યાઃ 83
પગાર ધોરણઃ ફિક્સ પગાર 38,090, પાંચ વર્ષ બાદ 39,900થી 1,26,600 રૂપિયા સુધી
અંતિમ તારીખઃ 11-04-2018
શૈક્ષણિલ લાયકાતઃ યુનિવર્સિટી-સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિપ્લોમાની પદવી અથવા તેની સમકક્ષ લાયકાત.
વય મર્યાદાઃ 33 વર્ષ


પોસ્ટઃ અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક)
જગ્યાની સંખ્યાઃ 22
પગાર ધોરણઃ ફિક્સ પગાર 38,090, પાંચ વર્ષ બાદ 39,900થી 1,26,600 રૂપિયા સુધી
અંતિમ તારીખઃ 11-04-2018
શૈક્ષણિલ લાયકાતઃ યુનિવર્સિટી-સંસ્થામાંથી મેકેનિકલ એન્જિનિયરિંગની ડિપ્લોમાની પદવી, ડીપ્લોમા ઇન ઓટોમોબાઇલ અથવા તેની સમકક્ષ લાયકાત.
વય મર્યાદાઃ 33 વર્ષ

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ્સમાં વાંચો

105 vacancies in GWSSB gujarat government

આ રીતે કરી શકો છો અરજી

ઉક્ત બન્ને પોસ્ટ માટે તમારે https://ojas.guj.nic.in/ પર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી સબમીટ કરો ત્યારે અરજી ફી ભરવા માટે ઓનલાઇન ઉપલબ્ધ ચલણની 3 નકલોની એક પેજમાં પ્રિન્ટ લઇ પોસ્ટ ઓફીસમાં રોકડેથી ફી ભરવાની રહેશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી પેટે 400 રૂપિયા તથા સર્વિસ ચાર્જ તરીકે 12 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે અનામત કક્ષાના ઉમેદવારોએ ફી પેટે 200 રૂપિયા અને સર્વિસ ચાર્જ તરીકે 12 રૂપિયા ભરવાના રહેશે. 

X
105 vacancies in GWSSB gujarat government
105 vacancies in GWSSB gujarat government
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App