બચેલા સાબુને ફેકો નહીંં, ઘરે બેઠા બનાવી શકો છો 50 રૂપિયા હેન્ડવોશ ફ્રીમાં, માત્ર 5 મિનિટની પ્રોસેસ

10 rupee of soap will be made from 500ml handwash

divyabhaskar.com

Sep 10, 2018, 06:09 PM IST

યુટિલિટી ડેસ્ક: નાહવાનો સાબુ યુઝ કરવાથી ધીરે-ધીરે નાનો થતો જાય છે. નાનો થયા બાદ તેનો યુઝ થતો નથી અને તેને ફેકી દેવામાં આવે છે. જોકે, તે બચેલા સાબુથી ઘરે જ હેન્ડવોશ બનાવી શકાય છે. તેના માટે તમારે અલગથી અન્ય વસ્તુઓની જરૂરી પડતી નથી. માત્ર સાબુના બચેલા ટુકડાની જરૂર પડશે. આ ટુકડાઓથી તમે ઘરે જ એટલું હેંડબોશ બનાવી લેશો જે માર્કેટમાં અંદાજિત 50 રૂપિયામાં મળે છે.

આ વસ્તુઓની પડશે જરૂર
બચેલા સાબુના ટુકડાની સાથે તમારે, મિક્સર, એક ગ્લાસ ગરમ પાણી અને 1 ચમચી ડેટોલની જરૂર પડશે. આ બધાના કોમ્બિનેશનથી તમે 500mlથી વધારે હેન્ડવોશ તૈયાર કરી શકો છો. આ નાહવાના સાબુથી બનેલો હોય છે એટલે તેની ક્વોલિટી પણ સારી હોય છે.

10 રૂપિયાના સાબુથી પણ બની જાય છે
જો તમારા ઘરમાં સાબુના ટુકડા નથી તો તમે માત્ર 10 રૂપિયાના નાહવાના સાબુને લઇને પણ હેન્ડવોશ તૈયાર કરી શકો છો. જો તમે વધારે સારી ક્વોલિટી વાળો હેન્ડવોશ તૈયાર કરવા માંગો તો કોઇ મોંઘા સાબુનો ઉપયોગ કરી શકો છો.

આ છે સાબુમાંથી હેન્ડવોશ બનાવવાની પ્રોસેસ

સૌથી પહેલા સાબુના બધા જ ટુકડાને મિક્ચરમાં નાખી દો. જો તમે કોઇ નવા સાબુથી હેન્ડવોશ બનાવવા માંગો છો તો, ચાકુથી સાબુના ટુકડા કરી મિક્ચરમાં નાખી દો.
ત્યારબાદ મિક્ચરમાં પાણી નાખો, પાણી એટલું જ નાખવું જેટલાથી સાબુ ડૂબી જાય. હવે મિક્ચરને ચાલુ કરી તેનું પેસ્ટ બનાવી દો. પેસ્ટ તૈયાર થયા બાદ તેમા એક ગ્લાસ ગરમ પાણી નાખો, તેની સાથે તેમા એક ચમચી ડેટોલ નાખો, હવે તેને 1 મિનિટ સુધી સરખી રીતે મિક્ષ કરી લો. અને તમારું હેન્ડવોશ તૈયાર થઇ જશે. હવે તેને બોટલમાં ભરીને તમે યુઝ કરી શકો છો.

X
10 rupee of soap will be made from 500ml handwash
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી