પાન કાર્ડ / માત્ર 72 રૂપિયામાં આધાર કાર્ડની મદદથી તમે બદલી શકો છો પાન કાર્ડની ડિટેલ્સ, આ રીતે કરો અરજી

You can change your pan card details by aadhaar card

Divyabhaskar.com

Apr 11, 2019, 05:00 PM IST

યુટિલિટી ડેસ્ક: પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમય મર્યાદાને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. જેથી જો તમારા પાન કાર્ડમાં કોઈ ડિટેલ ખોટી છે તો તમે તેને પણ આધાર કાર્ડની મદદથી સુધારી શકો છો. હાલ પાન કાર્ડની ડિટેલ્સને સુધારવા માટે ગ્રાહકોએ 500 રૂપિયા ચૂકવવા પડે છે, પણ હવે આધાર કાર્ડની મદદથી પાન કાર્ડની ડિટેલ્સ સુધારવા માટે તમારે માત્ર 72 રૂપિયા જ ચૂકવવા પડશે. જો તમારે પાન કાર્ડમાં તમારું નામ, ઉપનામ, સરનામુ, જન્મતારીખ બદલવી હોય તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

માત્ર 72 રૂપિયામાં ચેન્જ કરી શકશો પાન કાર્ડની ડિટેલ્સ

આધાર કાર્ડથી તમારી ડિટેલ્સને મેચ કરીને તમે નવું પાન કાર્ડ બનાવી શકો છો. જો તમારું પાન કાર્ડ જૂનું છે અથવા તો ફોટો ખરાબ થઈ ગયો છે તો પણ ડિટેલ્સમાં ફેરફાર કર્યા વિના પણ તમે નવા પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તેના માટે પણ તમારે 72 રૂપિયા જ ચૂકવવા પડશે. ત્યારબાદ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી ઈમેલ આઈડી પર પીડીએફ ફોર્મેટમાં નવું પાન કાર્ડ મોકલી આપશે. આ પાન કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં નહીં આવે.

આ રીતે કરો અરજી

-https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html વેબસાઈટ પર જાઓ.

-આ વેબસાઈટ ઓપન થાય એટલે તેમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને પછી ડાબા માર્જિન પર રાઈટના નિશાન પર ક્લિક કરો.

-પાન કાર્ડની કોપી અથવા પાન ફાળવણી લેટરની કોપીમાંથી કોઈ એક દસ્તાવેજ પાન કાર્ડના પ્રમાણ તરીકે આપી શકાય છે.

-પાન કાર્ડના પ્રમાણ માટે અન્ય કોઈ દસ્તાવેજ માન્ય નથી.

આવા જ વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ.

X
You can change your pan card details by aadhaar card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી