• Home
  • Utility
  • what is reverse mortgage scheme how it may benefited to senior citizens

રિવર્સ મોર્ગેજ / વૃદ્ધાવસ્થા માટે રિવર્સ મોર્ગેજ સ્કીમ વરદાન છે, બેંકમાંથી એક નક્કી રકમ મળતી રહેશે

what is reverse mortgage scheme how it may benefited to senior citizens

divyabhaskar.com

Feb 05, 2019, 03:22 PM IST

યૂટિલિટી ડેસ્ક: દુનિયામાં લોકોની એવરેજ ઉંમરમાં વધારો એક સુખદ સમાચાર છે, પણ લાંબા આયુષ્યમાં ચિંતામુક્ત જીવન માટે રૂપિયા ભેગા કરવા પણ જરૂરી છે. સરકારે સીનિયર સિટીઝન્સને આ દિશામાં મદદ કરવા માટે અનેક યોજનાઓ શરુ કરી છે જેમાંથી એક રિવર્સ મોર્ગેજ છે. રિવર્સ મોર્ગેજને જો સાદા શબ્દોમાં સમજાવીએ તો આ એવી પ્રક્રિયા છે, જેમાં તમે તમારા મોર્ગેજ (ગીરવે મૂકેલા) ઘરમાં રહો છો અને સંબંધિત બેંક પાસેથી જીવન નિર્વાહ ચલાવવા માટે એક નક્કી કરેલી રકમ નક્કી કરેલા સમયે મેળવતા રહો છો. ઉધાર લેનાર વ્યક્તિની મોત બાદ આ સંપત્તિ બેંકની થઇ જાય છે.

રિવર્સ મોર્ગેજ આવી રીતે કામ કરે છે:
1. જે પ્રોપર્ટીને ગીરવે રાખવાની છે બેંક તેની વર્તમાન કિંમતની ગણતરી કરે છે. તેમાં હાલના પ્રોપર્ટી રેટની સાથે માંગ તેમજ પ્રોપર્ટીની સ્થિતિ પણ જોવામાં આવે છે. કિંમતોમાં વધઘટ અને વ્યાજની ગણતરી કરીને બેંક લોનની રકમ નક્કી કરે છે, જે હપ્તામાં નક્કી કરેલા સમય સુધી આપવામાં આવે છે. તેને તમે રિવર્સ ઇએમઆઇ પણ કરી શકો છો. દરેક પેમેન્ટ સાથે સંબંધિત વ્યક્તિની પોતાના ઘર પર ઇકવીટી ઓછી થતી જાય છે. આ રીતે લોન વડીલ લોકો માટે આદર્શ છે જેમની પ્રોપર્ટી ગીરવે મૂકી શકાય છે અને જેમને નિયમિત આવકની જરૂર હોય.

લોનને પાત્ર થવા માટેની શરતો:
2. ઘરના માલિકની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો પતિ-પત્ની બંને સંયુક્ત રીતે અરજી કરે છે તો તેમની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
રિવર્સ મોર્ગેજ માટે દેશમાં સ્થિત ઘર અથવા ફ્લેટ અરજીકર્તાના નામ પર હોવો જોઈએ અને તેમનું તે ઘરમાં રહેવું જરૂરી છે.
આ સંપત્તિ પર કોઈ કાનૂની વિવાદ હોવો જોઈએ નહીં અને તેમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ પણ થયેલું ન હોવું જોઈએ.
આ સંપત્તિ ઉધાર લેનારનું મૂળ સ્થાન હોવું જોઈએ.

રિવર્સ મોર્ગેજના નિયમ
3.

- પ્રોપર્ટીની કિંમતના 60% બરાબર જ વધુમાં વધુ લોનની રકમ હશે
- મોર્ગેજનો ઓછામાં ઓછો સમય 10 વર્ષ અને વધુમાં વધુ સમય 15 વર્ષ જ હશે. જોકે, કેટલીક બેંક 20 વર્ષના સમયગાળાનો પણ પ્રસ્તાવ છે.
- લોનની ચુકવણી માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક આધારે પણ કરી શકાય છે.
- દર 5 વર્ષ પછી લોન લેનારની સંપત્તિનું વેલ્યુએશન કરાશે. જો તેની કિંમત વધે છે તો લોનની રકમમાં વધારો કરવામાં આવશે અને વધારાયેલી રકમ એકસાથે પણ આપી શકાય છે.
- રિવર્સ મોર્ગેજથી મળતી રકમ ટેક્સથી સંપૂર્ણ રીતે મુક્ત છે, કારણકે તે આવક ન હોવાને બદલે એક લોન રૂપે મળે છે.

સેટલમેન્ટનો લીગલ ક્લોઝ
4. જો લોન લેનારનું મોત થઇ જાય કે તે આ ઘરને વેચવા માંગે તો રિવર્સ મોર્ગેજની લોન આપવી પડશે. બેંક સૌથી પહેલા લોન લેનારના સંબંધિત વ્યક્તિને રકમ ચૂકવવાનો વિકલ્પ આપે છે. જો તેઓ આ કામ ન કરી શકે તો બેંક ઘર વેચીને પોતાની લોન અને વ્યાજ વસૂલે છે. જો તમામ ખર્ચાઓ કાપીને કોઈ રકમ વધે તો તે લોન લેનારના સૌથી નજીકના વ્યક્તિને આપી દેવામાં આવે છે. જો આ રકમ ઓછી હોય તો બેંક તેનો ખર્ચ ઉપાડે છે.

આ સ્થિતિઓમાં લોન રોકાઈ શકે છે
5.

- જો લોન લેનાર એક વર્ષ સુધી આ ઘરમાં ન રહે
- જો ઘરનો વીમો ન કરાવવામાં આવે અથવા પ્રોપર્ટી ટેક્સ ન ભરવામાં આવે
- જો લોન લેનારનું દેવાળું ફૂંકાઈ જાય અથવા ઘરને દાન કરી દેવામાં આવે અથવા તેને છોડી દે
- જો ઘરને આંશિક કે આખું ભાડે આપી દેવામાં આવે

(નોંધ: રોકાણકારોએ જોખમ લેવાની ક્ષમતા, રિટર્ન, લિકવીડિટી અને ટેક્સેશન પર તમામ વિચાર કર્યા બાદ જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.)

X
what is reverse mortgage scheme how it may benefited to senior citizens
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી