શાંતિ / ગ્રાહકોને ઈ-કોમર્સ કંપની દ્વારા મોકલાતા બિનજરૂરી મેસેજ-કોલ પર પ્રતિબંધ મુકાશે

Unnecessary call and messages will be banned for e commerce companies

  • ખરીદી સંબંધિત સમસ્યાઓના ઉકેલો પણ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરવા આગ્રહ કરાશે
  • ભારતમાં રજિસ્ટર્ડ કંપનીઓ ઈ-કોમર્સ મારફત વેપાર કરી શકશે

divyabhaskar.com

Feb 26, 2019, 02:20 PM IST

યૂટિલિટી ડેસ્ક: કંપનીઓ દ્વારા ગ્રાહકોને વારંવાર આવતા બિનજરૂરી તથા અણગમતા મેસેજ અને કોલ પર પ્રતિબંધ મુકાશે. નેશનલ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, ખરીદી સંબંધિત સમસ્યાઓના ઉકેલો પણ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરવા આગ્રહ કરાશે. જો ઓનલાઈન ટ્રાન્જેક્શન દરમિયાન કોઈ અડચણ આવે છે. તો તેનુ સમાધાન ઓનલાઈન પણ કરવામાં આવશે. જેથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેના માટે ઈ-કન્ઝ્યમુર કોર્ટ સ્થાપિત કરવામાં આવશે. પોલિસીનું મહત્વ વધશે.

ભારતમાં બનેલી પ્રોડક્ટને પ્રોત્સાહન મળશે
અમેરિકા સહિત અનેક વિકસિત દેશ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પર ઈ-કોમર્સ મારફત વેપાર માટે નિયમો ઘડવા દબાણ કરી રહી છે. ભારત પાસે હાલ આ સંદર્ભે કોઈ પલિસી નથી. ડ્રાફ્ટ અનુસાર, ભારતમાં બનેલી પ્રોડક્ટને પ્રોત્સાહન મળશે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ દેશમાં આર્થિક ગતિવિધિ બનશે. એઆઈ, બિગ ડેટા, ડીપ લર્નિંગ, જેવી આધુનિક ટેક્નોલોજી આગામી સમયમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. જેથી રેગ્યુલેટર અને કાયદાના નિર્માતાઓએ અલગથી ટેક્નોલોજી વિંગ તૈયાર કરવા પર ફોકસ કરવુ પડશે.

બિન રજિસ્ટર્ડ કંપનીઓના ઈ-કોમર્સ વેપાર પર પ્રતિબંધ
41 પેજના ડ્રાફ્ટ મુજબ, ભારતમાં રજિસ્ટર્ડ કંપનીઓ ઈ-કોમર્સ મારફત વેપાર કરી શકશે. અમુક ચાઈનીઝ વેબસાઈટ્સ પર ભારતમાં રજિસ્ટ્રેશન વિના બિઝનેસ કરવાનો આરોપ છે. કંપનીઓ કુરિયર મારફત પ્રોડક્ટ વેચી કસ્ટમ નિયમોનો ઉલ્લંઘન કરે છે.

X
Unnecessary call and messages will be banned for e commerce companies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી