Home » National News » Utility » How to choose a good tender coconut?

લીલા નાળિયેરમાં વધુ પાણી છે કે નહીં કેવી રીતે કરશો નક્કી? ત્રણ ટિપ્સથી કરો બેસ્ટ પાણીદાર નાળિયેરની પસંદગી

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:31 PM

બધા જ નાળિયેરની સાઈઝ અલગ-અલગ હોય છે. એટલા માટે જ પાણીવાળું નાળિયેર પસંદ કરવું થોડુંક અઘરું કામ બની જાય છે.

  • How to choose a good tender coconut?

    અમદાવાદ: તમને પાણીવાળું નાળિયેર ચકાસતા આવડે છે? મોટાભાગના લોકોનો જવાબ ના હશે. નાળિયેરમાં મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ હોતી નથી! વળી બધા જ નાળિયેરની સાઈઝ અલગ-અલગ હોય છે. એટલા માટે જ પાણીવાળું નાળિયેર પસંદ કરવું થોડુંક અઘરું કામ બની જાય છે.

    વળી, તમને બધાને અનુભવ હશે કે જ્યારે તમે દુકાનવાળા પાસે પાણીવાળું લીલું નાણિયેર માંગો છો તો એ પોતાની રીતે જ નાળિયેર આપી દે છે. દુકાનદારે બધા જ નાળિયેર વેચવાના હોવાથી કોઈ પણ નાળિયેર પર હાથ ફેરવીને પાણીવાળું હોવાનું કહી ને વેચી દે છે. જે નાળિયેર તમે લઈને ઘરે આવો તો તેમાં પાણી હોવાની કોઈ ગેરંટી હોતી નથી. અમે તમને આજે આ આર્ટિકલમાં પાણીવાળું નાળિયેર કેવી રીતે પસંદ કરવું તેની ટિપ્સ આપીશું.

    નાળિયેર પસંદ કરતી વખતે ધ્યાનનમાં રાખવાના પોઈન્ટ્સ

    (1) મધ્યમ કદનું નાળિયેર કરો પસંદ:

    હંમેશા મધ્યમ કદનું નાળિયેર પસંદ કરવું જોઈએ. નાના કદના નાળિયેરમાં વધુ પાણી સમાવવાની કેપેસિટી જ ના હોવાથી તેમાં વધુ પાણી નીકળશે નહીં. બહુ મોટા નાળિયેરની સપાટી થોડી ફાટી ગયેલી જોવા મળે છે. જ્યાંથી પાણીનું બાષ્પીભવન થવાની શક્યતા વધુ છે. આ ઉપરાંત ત્યાંથી હવામાં રહેલા કિટાણું આવવાની શક્યતા પણ વધી જાય છે.

    (2) લીલા રંગનું નાળિયેર છે બેસ્ટ:

    નાળિયેર ખરીદતા પહેલા તેની ઉપરની સપાટી જુઓ. લીલો રંગ હોય અને ઉપરની સપાટી ફ્રેશ હોય એવું નાળિયેર પસંદ કરવું જોઈએ, જેમાં ખૂબ પ્રમાણમાં પાણી હોય છે. જ્યારે રાખોડી, કૉફી કલરનું કે પીળાશ પડતું નાળિયેર ખરીદવું ના જોઈએ. આ પ્રકારનું નાળિયેર થોડું પાકી ગયેલું અથવા વાસી હોઈ શકે છે. જેમાં પાણી કરતાં કોપરાંનો ભાગ વધું હોય છે. આવા નાળિયેરના પાણીનો ટેસ્ટ ખટાશવાળો લાગે છે.

    (3) નાળિયેરને કાનની નજીક લાવીને હલાવો:

    તમે પસંદ કરેલું નાળિયેર તમારી કાનની નજીક લાવીને જોરથી હલાવો. જો અંદરથી પાણી ફરવાનો જોરથી અવાજ આવે તો એનો અર્થ એ થયો કે આ નાળિયેરમાં ભરપૂર પ્રમાણમાં પાણી છે, તેથી આવું નાળિયેર ખરીદવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending