ટિપ્સ / સિન્થેટિક ઓઇલ સાથે 15,000 કિમી સુધી ચિંતામુક્ત રહી શકો

Tips for when to change car oil

  • રોજ લાંબી ટ્રિપ્સ ન હોય તો દર 5000 કિમી પર ઓઈલ ચેન્જ કરવાનું વિચારી શકો
     

divyabhaskar.com

Feb 11, 2019, 07:05 PM IST

નવી દિલ્હી: જૂની કારના માલિક છો તો એન્જિન ઓઈલ ચેન્જ કરાવવું મોટી મુશ્કેલી છે. વાંચો એન્જિન ઓઇલ બદલવા વિશે એ વાત જે તમારે જાણવી જેવી છે...

* 5000 કિલોમીટરનું અંતર...
જો રોજ લાંબી ટ્રિપ્સ નથી મારતા તો તમે દર 5000 કિમી પર ઓઈલ ચેન્જ કરવા વિશે વિચારી શકો છો. એકવારમાં 15 કિમીથી ઓછું ડ્રાઈવ કરો છો તો ઓઈલ ગરમ થતું નથી. જલદી ગરમ-ઠંડુ થાય છે તો જલદી ખરાબ થવાની આશંકા રહે છે.

-કારને જલદી સ્ટાર્ટ-બંધ કરવાથી પણ એન્જિન ખરાબ થાય છે. જો તમે 20 મિનિટથી વધારે ડ્રાઇવ કરી રહ્યા છો તો એન્જિન ઓઈલની ઉંમર વધી જાય છે.


* સિન્થેટિક ઓઇલ...
સિન્થેટિક ઓઇલ સાથે 15000 કિમી સુધી ચિંતામુક્ત રહી શકો છો. આ સાધારણ ઓઈલની તુલનાએ સારું છે. એક્સટ્રીમ ટેમ્પરેચર સહન કરી શકે છે. ગરમીમાં બ્રેક નથી થતું અને ઠંડી સહન કરે છે. જૂની કારમાં સાધારણ ઓઈલ વાપરી રહ્યાં છો તો બદલવાથી ફેર નહીં પડે. ગાડી વજન ખેંચે છે તો સિન્થેટિક મદદ કરે છે.


* આ પણ જાણો...
- જો તમે સમયસર એન્જિન ઓઈલ નથી બદલાવી રહ્યા તો કારની વોરન્ટી વોઈડ થઈ શકે છે.
- મહિનામાં એકવાર ઓઇલ ચેક કરવાની ટેવ સારી છે, તેનાથી ખબર પડે છે કે કારમાં કોઈ લીક તો નથી કે ઓઈલ બળી તો રહ્યું નથી.

- ઓઇલ બદલવાના અંતરાલમાં પોતાની ડ્રાઇવિંગની ટેવ પર ધ્યાન આપો અને તે પ્રમાણે જ ચેન્જ કરાવો.

X
Tips for when to change car oil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી