રોકાણની ટિપ્સ / સરકારની વડીલોને નાણાકીય સ્થિરતા આપવાની સ્કીમના ફાયદા

DivyaBhaskar.com | Updated - Feb 01, 2019, 10:32 AM
The benefits of the scheme to provide financial stability to the government's elders
X
The benefits of the scheme to provide financial stability to the government's elders

યુટિલીટી ડેસ્કઃ સરકારે જીવનના અંતિમ વર્ષોમાં વડીલો આત્મસન્માન સાથે જીવે તે ઉદ્દેશ્યથી આ યોજનાને 2007માં શરૂ કરી હતી. રિવર્સ મૉરગેજને જો સામાન્ય શબ્દોમાં સમજાવીએ તો તે એવી પ્રક્રિયા છે, જેમાં તમે પોતાના મૉરગેજ ધરમાં રહો છો અને સંબંધિત બેન્ક પાસેથી પોતાના ગુજરાન માટે એક નક્કી રકમ નિમયિત મુદ્દે પ્રાપ્ત કરો છો. ઋણ લેનારી વ્યક્તિના નિધન બાદ તે સંપત્તિ બેન્કની થઇ જાય છે. 

રિવર્સ મૉરગેજ કઇ રીતે કામ કરે છે?
1.જે સંપત્તિને ગિરવે (મૉરગેજ) રાખવાની હોય છે બેન્ક તેની વર્તમાન કિંમતની ગણતરી કરે છે. તેમાં સંપત્તિના દરોની સાથે જ માંગ અને સંપત્તિની સ્થિતિને પણ જોવામાં આવે છે. કિંમતોમાં ચડ-ઉતર અને વ્યાજની ગણતરી કરીને બેન્ક લોનની રકમ નક્કી કરે છે, જે હપતા પેટે નક્કી મુદ્દતમાં આપવામાં આવે છે. 
 
રિવર્સ મૉરગેજ માટેના નિયમો
2.

*રહેણાંક સંપત્તિના 60 ટકા જ મહત્તમ લોન રકમ રહેશે.

* મૉરગેજનો લઘુત્તમ સમય 10 વર્ષ અને મહત્તમ સમય 15 વર્ષનો જ રહેશે. જોકે, અમુક બેન્ક 20 વર્ષની મુદ્દતનો પણ પ્રસ્તાવ આપી રહ્યા છે.

*લોનની ચુકવણી એકસાથે, માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક આધારે પણ કરી શકાય છે.

* દર પાંચ વર્ષ બાદ ઋણદાતા દ્વારા સંપત્તિનું ફેરમૂલ્યાંકન કરાવાશે. જો સંપત્તિની કિંમતમાં વધારો થયો હોય તો લોનની રકમમાં વધારો કરાશે અને વધેલી રકમ એક સાથે આપી શકાય છે.

* રિવર્સ મૉરગેજ થી મળનારી રકમ ટેક્સથી સંપૂર્ણપણે મુક્ત હોય છે, કારણ કે તે ઇનકમ ન હોઇ એક ઋણ તરીકે મળે છે. 

 

 

લાયકાતની શરતો
3.

*મકાન માલિકની વય 60 વર્ષ કરતાં વધારે હોવી જોઇએ. જો પતિ-પત્ની બંને સંયુક્ત અરજદાર છે તો તેમની વય 58 વર્ષ કરતાં વધારે હોવી જોઇએ. 

*રિવર્સ મૉરગેજ માટે દેશમાં સ્થિત ઘર અથવા ફ્લેટ અરજદારના નામે જ હોય અને તે તેમાં રહેતા હોવા જોઇએ.

* તે સંપત્તિ પર કોઇ કાનૂની વિવાદ ન હોય અને તેમાં કોઇ ગેરકાયદે બાંધકામ પણ ન હોવું જોઇએ.

*તે સંપત્તિ લોન લેનારનું કાયમી મુખ્ય નિવાસ સ્થાન હોવું જોઇએ. 

સેટલમેન્ટની જોગવાઇ
4.જો લોન લેનારી વ્યક્તિનું નિધન થઇ જાય અથવા તો તે આ ઘરને વેચવા માગતી હોય તો રિવર્સ મૉરગેજ લોનની ચુકવણી કરવાની રહેશે. બેન્ક સૌ પહેલા સંબંધિત વ્યક્તિના નજીકના પરિવારજનને ઘરનું વેચાણ કર્યા વિના વ્યાજ સાથે લોનની પૂરી રકમ ચુકવવાનો વિકલ્પ આપે છે. જો તે તેમ ન કરી શકે તો બેન્ક આ ઘરને વેચીને પોતાની લોન અને વ્યાજ વસૂલે છે. જો તમામ ખર્ચ કાપીને કોઇ રકમ બચતી હોય તો તે લોન લેનારના નજીકના સ્વજનને આપી દેવાય છે. અને જો રકમ ઓછી હોય તો બેન્ક જ તે રકમ ભોગવે છે. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App