બેન્કિંગ / દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નવી પહેલ શરૂ કરી

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 01:08 PM
SBI employees wife can complain directly to boss with mobile code
X
SBI employees wife can complain directly to boss with mobile code

  • નોકરી અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડવા એસબીઆઇએ 'નઇ દિશા' પ્રોગ્રામ શરૂ કર્યો 
  • કર્મચારીઓને અઠવાડિયામાં એક દિવસ સમયસર ઘરે જવાની છૂટ 
     

ગ્વાલિયર: ઓફિસમાં કામના ભારણને લીધે મોડું થતું હોવાથી પતિ-પત્ની વચ્ચે ઘણીવાર બોલાચાલી થઇ જાય છે, જેનાથી ઘરનો માહોલ બગડવા લાગે છે. પતિ તણાવમાં રહે તેની અસર ઓફિસના કામ પર પણ પડે છે. તેથી દેશની સૌથી મોટી બેન્ક- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નવી પહેલ કરી છે. બેન્ક તેના કર્મચારીઓને અઠવાડિયામાં એક દિવસ સમયસર ઘરે જવાની છૂટ આપી રહી છે. છૂટ મળ્યા પછી પણ કર્મચારી સમયસર ઘરે ન જાય તો તેની ફરિયાદ જે-તે કર્મચારીની પત્ની બોસને કરી શકશે. આ છૂટ પાછળનો હેતુ એ છે કે કર્મચારી પોતાના પરિવારને ક્વોલિટી ટાઇમ આપી શકે. એસબીઆઇના 'નઇ દિશા' પ્રોગ્રામ હેઠળ મધ્યપ્રદેશ-છત્તીસગઢની દોઢ હજાર બ્રાન્ચમાં આ પહેલ શરૂ કરાઇ છે.

પાઈલટ પ્રોજેક્ટ હેઠળ ગ્વાલિયરમાં આ પ્રોગ્રામ શરૂ કરાયો
1.પાઈલટ પ્રોજેક્ટ હેઠળ ગ્વાલિયરમાં આ પ્રોગ્રામ શરૂ કરાયો છે. અહીંની 40માંથી 11 બ્રાન્ચમાં તે શરૂ થઇ ચૂક્યો છે. તેમાં વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરાવાય છે. પતિઓને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ પરિવાર અને બાળકોને વધુમાં વધુ સમય આપે, જેથી પતિ-પત્ની વચ્ચેની રોજિંદી ખટપટ અટકાવી શકાય. પ્રોગ્રામમાં શેડ્યુલ હેઠળ બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે પતિ-પત્નીને સાથે બેસાડીને ટ્રેનર દ્વારા ઓફિસ અને ઘર વચ્ચે તાલમેલ જાળવી રાખવા અંગેનો વીડિયો બતાવાઇ રહ્યો છે.
ફરિયાદ મોકલતી વખતે પતિનું નામ અને તેમનો પીએફ નંબર પણ લખવો પડશે
2.બેન્કમાં કામ કરતો પતિ જો સમયસર ઘરે ન આવે તો પત્નીને એક કોડ અપાય છે જેને તે પોતાની પાસે રાખશે. આ કોડને તે તેના મોબાઇલથી સ્કેન કરીને જે કંઇ કમેન્ટ લખવા ઇચ્છે તે લખી શકશે. ફરિયાદ મોકલતી વખતે પતિનું નામ અને તેમનો પીએફ નંબર પણ લખવો પડશે. આ ફરિયાદ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચી જશે.
અધિકારી-કર્મચારી તાણમુક્ત રહેશે તો બેન્કની પણ પ્રગતિ થશે
3.એસબીઆઇએ એક વર્ષ અગાઉ પણ વર્ક લાઇફ બેલેન્સ અંગે પરિપત્ર જારી કર્યો હતો, જેમાં કર્મચારીઓને સમયસર ઘરે જવા અને પરિવાર સાથે સમય ગાળવા જણાવાયું હતું. બેન્કમાં કામનો સમય સવારે 10થી સાંજે 4.30 વાગ્યા સુધીનો છે પણ કામના ભારણના કારણે દેશભરમાં અધિકારી-કર્મચારી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરી રહ્યા છે. એસબીઆઇ ઓફિસર્સ એસોસિયેશન ગ્વાલિયરના ડેપ્યુટી જનરલ સેક્રેટરી અવધેશ અગ્રવાલ કહે છે કે 'નઇ દિશા' પ્રોગ્રામ બાદ કર્મચારીઓ તાણમુક્ત થઇને કામ કરશે. ઘરે પણ ક્વોલિટી ટાઇમ આપી શકશે, જેનાથી બેન્કની પણ પ્રગતિ થશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App