બુકિંગ / રાષ્ટ્રપતિ ભવનના મોગલ ગાર્ડનની ટીકિટ ઓનલાઈન બુક કરીને લાઈનમાં ઊભા રહેવાથી બચો

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 06:57 PM
Online Booking for Mughal Garden process at presidents residence

  • મોગલ ગાર્ડનમાં તુલિપ સહિતનાં અનેક પ્રકારનાં સુંદર ફૂલો, 95 ટકા ફૂલના છોડ ભારતીય


યૂટિલિટી ડેસ્ક: રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા મોગલ ગાર્ડનને વર્ષમાં એક વખત જાહેર મુલાકાત માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. આ ગાર્ડનમાં તુલિપ સહિતનાં અનેક પ્રકારનાં સુંદર ફૂલો વાવવામાં આવ્યાં છે. જેમાં 95 ટકા ફૂલો ભારતીય છે. આ ગાર્ડન જાહેર જનતા માટે 6 ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકવામાં આવશે.


ટીકિટ માટે લાઈનમાં ઊભા રહેવામાંથી મળશે મુક્તિ
ગત શનિવારે જ આ ગાર્ડન મીડિયા કર્મીઓ અને પ્રેસ ફોટાગ્રાફર્સ માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારે ફોટોગ્રાફરો એક એક ક્લિક માટે બેબાકળા થઇ ગયા હતા. જાહેર જનતા માટે આ ગાર્ડન ખુલ્લુ મૂકાવાનું છે. ત્યારે અહીં ફરવા જતા પહેલા તેની ટીકિટ કન્ફર્મ કરી લેવી જરૂરી છે. કારણ કે ત્યાં પહોંચ્યા પછી ટીકિટ માટે લાંબી લાઈન લાગતી હોય છે. ટીકિટ માટે સમય બરબાદ ન કરવો હોય તો તેને ઓનલાઈન બુકિંગ કરી શકાય છે.

રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ટાઈમ સ્લોટ સાથે મેસેજમાં ટીકિટ આવી જાય
ઘરે બેઠાં ટિકિટ બુક કરવા માટે https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકાય છે. ટીકિટ કન્ફર્મ થાય એટલે રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ટાઈમ સ્લોટ સાથે મેસેજમાં ટીકિટ આવી જાય છે. ખાસ ધ્યાન એ રાખવું પડશે કે, જે ટાઈમ તમને આપવામાં આવ્યો છે તે ટાઈમે પહોંચી જવું પડશે. ઓનલાઇન ટીકિટના લીધે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે. માત્ર મોબાઈલમાં ટીકિટનો મેસેજ બતાવીને તમે મુગલ ગાર્ડનમાં પ્રવેશ કરી શકશો.

X
Online Booking for Mughal Garden process at presidents residence
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App