આધાર કાર્ડ / આધાર કાર્ડને રિપ્રિન્ટ કરાવવા માટે નહીં ખાવા પડે આધાર કેન્દ્રના ધક્કા, જાણો શું છે પ્રોસેસ

Now it will not be the trouble to reprint the Aadhaar card

Divyabhaskar.com

Feb 21, 2019, 06:30 PM IST

યુટિલિટી ડેસ્ક: આધાર કાર્ડ ફરીથી પ્રિન્ટ કરાવવાની જરૂર પડે તો હવે પહેલાંની જેમ આધાર કેન્દ્રના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તાજેતરમાં જ UIDAIએ કાર્ડને ઓનલાઈન રિપ્રિન્ટ કરી આપવાની શરૂઆત કરી છે. અહીં જણાવવામાં આવેલાં સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે ઓનલાઈન જ આધાર કાર્ડ રિપ્રિન્ટ કરી શકો છો.

https://resident.uidai.gov.in/aadhaar-reprint આ વેબસાઈટ પર જાઓ.


-અહીં તમારો આધાર નંબર કે વર્ચ્યુઅલ આધાર આઈડી ભરો.

-કેપ્ચા ભર્યા બાદ જો તમે એમ આધાર એપમાં TOTP (ટાઈમ બેઝ્ડ વન ટાઈમ પાસવર્ડ) હોય તો તેનું ચેકબોક્સ ક્લિક કરો અને જો એવું ન હોય તો નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ક્લિક કરો.

-ઓટીપી એન્ટર કર્યા પછી તમારે 50 રૂપિયાની ઓનલાઈન રકમ ભરવાની રહેશે.

-પેમેન્ટ થયા બાદ એક્નોલેજમેન્ટ રિસીટ એટલે કે રસીદનું પેજ આવશે, તેને ડાઉનલોડ કરી લો.

-બસ, નવું કાર્ડ તૈયાર થઈને થોડા દિવસમાં જ તમારા ઘરના એડ્રેસ પર આવી જશે.

X
Now it will not be the trouble to reprint the Aadhaar card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી