ઇન્વેસ્ટમેન્ટ / મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પર આ રીતે ટેક્સ ગણો, સારા રોકાણ માટેની ટિપ્સ

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 03:10 PM
Investment tips calculate tax this way for mutual fund return

મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડ પર આપણને બે પ્રકારે રિટર્ન મળે છે. પહેલું મૂડીની કિંમતમાં વધારો અને બીજું, ડિવિડન્ડની આવક. કેપિટલ એપ્રીસિએશન ત્યારે થાય છે જ્યારે રોકાણકાર પોતાની મ્યુચ્યુઅલ ફંડ યુનિટના લાભ પર ચૂકવણી પ્રાપ્ત કરે છે. ડિવિડન્ડની આવક ત્યારે મળે છે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડના યુનિટને એક નક્કી સમય સુધી પોતાની પાસે રાખે છે. તે કેવી રીતે મળે છે? જ્યારે ફંડ મેનેજર બજારની સ્થિતિને જોતાં પોતાની પાસે રહેલા યુનિટોના એક ભાગને આવક માટે વેચે છે ત્યારે તેનાથી થતી આવકને યુનિટના પ્રમાણમાં વહેંચી દેવાય છે.

* કેપિટલ ગેઇન્સ પર ટેક્સની ગણતરી કઇ રીતે થાય છે:
કેપિટલ ગેઇન મ્યુચ્યુઅલ ફંડ જેવા કોઇપણ રોકાણને વેચવાથી થતો લાભ છે.

* ઇક્વિટી અને નોન ઇક્વિટી આધારિત ફંડ બે પ્રકારના હોય છે:
પહેલો લાંબા ગાળાનો કેપિટલ ગેઇન (એલટીસીજી) અને બીજો ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન (એસટીસીજી)

ઇક્વિટી આધારિત ફંડ - એલટીસીજી: તે ફંડ જેના પોર્ટફોલિયોમાં સરેરાશ ઇક્વિટી 65 ટકાથી વધારે હોય છે. જ્યારે રોકાણકાર પોતાના મ્યુચ્યુઅલ ફંડ યુનિટને ત્રણ વર્ષ કે તેનાથી વધારે સમય સુધી પોતાની પાસે રાખે છે ત્યારે તેની પર મળતા લાભને એસટીસીજી કહે છે. તેની પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે, પણ તે ત્યારે જ લાગે છે જ્યારે કેપિટલ ગેઇન એક લાખ કરતાં વધારે હોય.

ઇક્વિટી આધારિત ફંડ - એસટીસીજી: જ્યારે રોકાણકાર પોતાના મ્યુચ્યુઅલ ફંડ યુનિટને ત્રણ વર્ષ કરતાં ઓછા સમય સુધી પોતાની પાસે રાખે છે તેની પર થનારા લાભને એલટીસીજી કહેવાય છે. તેની પર સીધો 15 ટકા ટેક્સ આપવો પડે છે.

નોન ઇક્વિટી આધારિત ફંડ - એલટીસીજી: તે ફંડ જેના પોર્ટફોલિયોમાં સરેરાશ ઇક્વિટી 65ટકાથી ઓછી હોય છે. જેમ કે ડેબ્ટ ફંડ, મની માર્કેટ ફંડ અને લિક્વિડ ફંડ વગેરે. તેમાં એલટીસીજી લાભ પર ફ્લેટ 20 ટકા ઇન્ડસેક્શન સાથે ટેક્સ લાગે છે.

નોન ઇક્વિટી આધારિત ફંડ - એસટીસીજી: તેમાં ટૂંકા ગાળાનો લાભ તમારી આવકમાં સામેલ થાય છે અને તેની પર આવકવેરાના ટેક્સ સ્લેબના આધારે ટેક્સ લાગુ પડે છે.

ડિવિડન્ડ: ઇક્વિટી આધારિત ફંડ- પહેલી એપ્રીલ 2018થી આ પ્રકારના ડિવિડન્ડ પર હવે 10 ટકાના દરે ટેક્સ આપવો પડે છે.
નોન ઇક્વિટી આધારિત ફંડ - તેની પર હંમેસાથી ટેક્સ આપવો પડે છે. જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 25 ટકાના દરે ડીડીટીના રૂપમાં કાપી લેવાય છે.

(લેખ: અજય કેડિયા, એમડી, કેડિયા એડવાઇઝરી)

X
Investment tips calculate tax this way for mutual fund return
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App