PPF સ્કીમ / કોઈ પણ નોકરિયાત રોજ 150ની બચત કરે તો 20 વર્ષે 25 લાખ મેળવી શકે

DivyaBhaskar.com | Updated - Jan 31, 2019, 10:47 AM
If you save 150 on any salaried day then get 25 lakh in 20 years
X
If you save 150 on any salaried day then get 25 lakh in 20 years

યુટિલીટી ડેસ્કઃ તમામ નોકરિયાતો માટે ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની આ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) યોજના ફાયદાકારક સાબિત થઇ શકે છે. પોસ્ટ ઓફિસની કોઇપણ બ્રાન્ચમાં 100 રૂપિયામાં ખાતું ખોલાવી શકો છો. રોજ 150 રૂપિયા જમા કરવા પર તમને 20 વર્ષ બાદ વ્યાજ સાથે 25 લાખ કરતાં વધારેની રકમ મળશે. જો તમે 15 વર્ષ માટે રોકાણ કરો તો કુલ રોકાણ થશે 8.10 લાખ રૂપિયા. વાર્ષિક 7.6 ટકાના કમ્પાઉન્ડિંગના હિસાબે તમારું કુલ ફંડ 15.30 લાખ થઇ જશે. એટલે કે તમને કુલ રોકાણ પર 7.19 લાખ રૂપિયા વધારાનું વ્યાજ મળશે. ખાનગી નોકરિયાતો, વ્યવસાયીઓ અથવા ખેડૂતો કોઇપણ ખાતુ ખોલાવી શકે છે. વયની કોઇ મર્યાદા નથી. તમે તમારા સંતાનોના નામે પણ યોજનાનો લાભ લઇ શકો છો. 

યોજનાનો ઉદ્દેશ્ય
1. પીપીએફની સ્થાપના સરકારે 1968માં કરી હતી. તેનો હેતું ખાનગી કર્મચારીઓને પણ ભવિષ્ય માટે પૈસા બચાવવાની સુવિધા આપવાનો હતો. વધુમાં વધુ લોકો તેને અપનાવે તે માટે પીપીએફને તમામ પ્રકારે ટેક્સ મુક્ત રખાયું છે. 
 
ફાયદાઓ
2.* દર વર્ષે તમારા દોઢ લાખ રૂપિયા કરમુક્ત બનશે. યોજનાની મુદ્દત લંબાવો તો પણ કુલ જમા રકમ કરમુક્ત રહેશે. ખાતું પરિપક્વ થવાં પર જ્યારે વ્યાજ સહિત તમામ પૈસા ઉપાડો ત્યારે પણ તે ટેક્સ ફ્રી રહેશે. 
*15 વર્ષ બાદ ઇચ્છો તો તેને 5-5 વર્ષ માટે આગળ વધારી શકો છો.
*સગીર બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકો છો.
*ખાતું ખોલાવ્યા બાદ ત્રીજા વર્ષથી લોનની સવલત મેળવી શકો છો.
*તમે માસિક રીતે પણ રકમ જમા કરાવી શકો છો.
*આ એક નાનું રોકાણ છે, જેના મોટા ફાયદા તમને 20 વર્ષ કે 25 વર્ષ બાદ મળે છે. 
*ખાતા ધારકના નિધન બાદ ખાતું બંધ કરીને તેના ઉત્તરાધિકારીને સમગ્ર પૈસા વ્યાજ સાથે આપી દેવાય છે. 
*એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા જરૂરી છે, મહત્તમ દોઢ લાખની વાર્ષિક બચત કરી શકો છો. 
 
જરૂરી દસ્તાવેજ
3.*ખાતું ખોલવા માટેનું ફોર્મ પોસ્ટ ઓફિસમાંથી જ મળી જશે.
*પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
*ઓળખના પુરાવા તરીકે વોટર આઇડી, આધાર, પેન કાર્ડ.
* રહેઠાણના પુરાવા માટે વીજળીનું બિલ , રેશન કાર્ડ, બેન્કની પાસબુક
*ફરિયાદ માટે ઇ-મેલ: rc.ndc@epfindia.gov.in 
*ટોલ-ફ્રી નંબર: 1800 118 005
* સરનામું: 14, ભીકાજી કામા પેલેસ, ભવિષ્યનિધિ ભવન, નવી દિલ્હી - 110066
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App