ફરજીયાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પાનને આધાર સાથે લિન્ક કરવું જરૂરી, 6 સ્ટેપમાં આ કામ કરી શકો

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 06:05 PM
how to link aadhaar card to pan card in 6 easy steps

યૂટિલિટી ડેસ્ક: સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવું આવશ્યક છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું કે આ મામલામાં કોર્ટ અગાઉ પણ ચૂકાદો આપી ચૂકી છે અને તેણે ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખી છે. એવામાં જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું હોય તો કરી લો. આ માટે તમારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં.

* પાનને આધાર સાથે આવી રીતે લિંક કરો:

  1. સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઈ-ફાઇલિંગ સાઈટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ.
  2. ત્યાર બાદ ડાબી બાજુ અપાયેલી ક્વિક લિંક્સ સેક્શન પર જાઓ અને લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે એક નવું પેજ ઓપન થશે. આ પેજમાં બનેલા બોક્સમાં તમારો પાન નંબર, આધાર નંબર, આધારમાં અપાયેલું નામ દાખલ કરવાનું રહેશે અને આધાર ડિટેલ્સ વેલિડેટ કરાવવા માટે બનેલા બોક્સ પર ટીક કરવાનું રહેશે.
  4. આ પછી નીચે આપેલા કેપ્ચા કોડ સેક્શનમાં જઈને બોક્સમાં કેપ્ચા નાખી શકો છો.
  5. તમામ ડિટેલ્સ ભરી દીધા પછી લિંક આધાર બટન પર ક્લિક કરી દો. આટલું કર્યા પછી આગળના પેજ પર એક મેસેજ દેખાશે કે પાન કાર્ડની સાથે તમારી આધાર ડિટેલ્સની વેલિડેશન રિકવેસ્ટ સબમિટ થઇ ગઈ છે.
  6. જો કન્ફર્મેશન કરવા માંગતા હોય તો સ્ટેપ ત્રણમાં જઈને ઉપર આપેલા Click here બટન પર ક્લિક કરો અને પાનને લિંક થયાનું સ્ટેટસ જોઈ શકો છો.

(નોંધ: આધારને પાન સાથે લિંક કરતી વખતે વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને જેન્ડર વેલિડેટ કરવામાં આવશે. આ માહિતી મેચ નહીં થાય તો આધાર, પાન કાર્ડ સાથે લિંક થશે નહીં. આવી સ્થિતિમાં તમારે આધાર અથવા પાન કાર્ડ ડિટેલ્સમાં ફેરફાર કરાવવો પડશે.)

X
how to link aadhaar card to pan card in 6 easy steps
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App