એન્ટરટેઇનમેન્ટ / વિશ્વમાં ગેમિંગનું રૂ. 9.94 લાખ કરોડનું બજાર, હવે સ્ટ્રીમિંગ મારફતે વીડિયો ગેમ્સ આવશે

Gaming industry worth 140 trillion dollars now live streaming

  • એમેઝોન-ગૂગલ પાસે ઘણાં દેશોમાં ડેટા સેન્ટર, તેના કસ્ટમર પાસે હાર્ડવેર રાખવાથી ગેમિંગ સર્વિસ સરળ બનશે 

divyabhaskar.com

Feb 11, 2019, 04:31 PM IST

યૂટિલિટી ડેસ્ક: ફિલ્મો અને ગીતોને ઇન્ટરનેટ પર સ્ટ્રીમ કરવાની ટેક્નોલોજીના આગમન બાદ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ લાંબી છલાંગ લગાવી છે. પરંતુ વીડિયો ગેમિંગનું 9.94 લાખ કરોડ રૂપિયા(140 અબજ ડોલર)નું બજાર આ ક્રાંતિથી અલગ જ રહેવા પામ્યું છે. આ સ્થિતિમાં જલદી જ પરિવર્તન આવી શકે છે. મોટી કંપનીઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે કે વીડિયો ગેમ્સનું નેટફ્લિક્સ કોણ બની શકે છે.

ગેમિંગ સર્વિસ માટે ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓ આમને-સામને

ઓક્ટોબર મહિનામાં ગૂગલે પ્રોજેક્ટ સ્ટ્રીમ નામક ક્લાઉડ ગેમિંગ સર્વિસનું પરીક્ષણ મોટા બજેટના એક ગેમ-એસેસિન્સ ક્રીડ ઓડિસીથી શરૂઆત કરી હતી. પ્રારંભિક ટ્રાયલ પૂરી થઇ ગઇ છે. આ વર્ષે એક્સ બોક્સ કન્સોલ બનાવનારી કંપની માઇક્રોસોફ્ટ પણ આવી જ સેવા - પ્રોજેક્ટ એક્સ ક્લાઉડનું ટેસ્ટિંગ શરૂ કરવા જઇ રહી છે. એમેઝોને પણ આ ક્ષેત્રો પોતાનો રસ દર્શાવ્યો છે. આ દિગ્ગજ કંપનીઓએ ઘણી અન્ય હરીફ કંપનીઓનો સામનો કરવો પડશે. આશા છે કે ક્લાઉડીફાઇડ ગેમ્સ કન્ઝ્યૂમરને આકર્ષિત કરશે. માઇક્રોસોફ્ટમાં પ્રોજેક્ટ એક્સ ક્લાઉડ ચલાવનારા કરીમ ચૌધરી કહે છે કે, આ ઇન્ડસ્ટ્રી પોતાની નીતિ-રીતિ જાળવી રાખશે. લોકો અપેક્ષા કરે છે કે એન્ટરટેઇનમેન્ટ પોર્ટેબલ હોય, વિભિન્ન ડિવાઇસ વચ્ચે ટ્રાન્સફર કરી શકાય અને તરત જ ઉપલબ્ધ થાય.


ગેમિંગ 2800 રૂપિયાથી 4200 રૂપિયા (40થી 60 ડોલર)ની વચ્ચે વેચાય છે
અન્ય મીડિયાની તુલનામાં ગેમિંગ મોંઘી છે. ગેમ 40થી 60 ડોલરની વચ્ચે વેચાય છે અને કન્સોલ્સની કિંમત 250થી 400 ડોલર છે. ક્લાઉડ ગેમિંગનું મોડલ આવવાથી આ ખર્ચનું સ્થાન સબ્સક્રિપ્શનની ફી લેશે. વીડિયો ગેમ શરીર અને મગજની અંદર અનુભૂતિ કરવાનો અનુભવ છે. તે ફિલ્મ કરતાં અલગ છે. યુઝરના ઇનપુટ પર કમ્પ્યુટરની ત્વરિત પ્રતિક્રિયા કરવી જરૂરી છે નહીં તો ગેમ ધીમી થઇ જશે. સેંકડો કિલોમીટર દૂર અલગ-અલગ ડિવાઇસ લઇને બઠેલા ખેલાડીઓનું રમવું સરળ કામ નથી.


ડેટા હેરફેર માટે અમુક મીલિસેકન્ડથી વધુ સમય લાગશે તો ગેમનો પ્રવાહ તૂટી જશે
જો કોઇ ખેલાડીના ડિવાઇસથી ડેટા સેન્ટર અને પછી પરત ફરવામાં ડેટાને કેટલીક મીલિસેકન્ડ વધારે લાગે તો ગેમનો પ્રવાહ તૂટી જશે. ખાસ કરીને બેસ્ટ સેલર ચાર્જમાં અગ્રણી એક્શન ગેમ્સ તેનાથી પ્રભાવિત થશે. એક અન્ય સમસ્યા પણ છે - કોઇ ગેમથી નિર્મિત ડેટા ફ્લો અચાનક બદલાઇ શકે છે. મ્યૂઝિક અને ફિલ્મ સ્ટ્રીમિંગ સેવાઓ આગામી કેટલીક મિનિટનું કન્ટેન્ટ સ્ટોરમાં રાખીને કનેક્શનમાં અવરોધ પેદા થવાથી બચી શકે છે પણ, વીડિયો ગેમ્સ સાથે આમ નથી. ક્લાઉડ ગેમિંગના પૂર્વ પ્રયાસોએ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. 2003માં શરૂ થયેલી એક કંપની ઓનલાઇવ 2012માં બંધ થઇ ગઇ હતી. તેણે પોતાની સંપત્તિ 2015 સોનીને વેચી દીધી હતી. પણ કંપનીઓને વિશ્વાસ છે કે આજે તેમ નહીં થાય. ચૌધરીના અનુસાર વીડિયો કમ્પ્રેશનની નવી ટેક્નોલોજી કેટલીક જૂની સમસ્યાઓને દૂર કરી શકે છે.

X
Gaming industry worth 140 trillion dollars now live streaming
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી