છેતરપિંડી / હંમેશાં બિલ અને ગેરંટી/વોરંટી કાર્ડ માગો: ખરીદીમાં છેતરાવું ન હોય તો અચૂક ધ્યાનમાં રાખવા જેવી 7 વાતો

DivyaBhaskar.com | Updated - Jan 30, 2019, 12:44 PM
Consider these seven things when buying each one so that they are not cheated
X
Consider these seven things when buying each one so that they are not cheated

યુટિલીટી ડેસ્કઃ ગ્રાહક તરીકે આપણી પાસે ઘણા અધિકારો છે પણ કેટલીક નાની વાતોનું ધ્યાન નહીં રાખવાના લીધે આપણે પોતાના હક માટે મજબૂત દાવો કરી શકતા નથી. તેથી એક ગ્રાહક તરીકે પોતાના અધિકારોની સાથે જ પોતાની જવાબદારીઓને પણ સારી રીતે સમજવી જોઇએ, જેથી ભવિષ્યમાં કોઇ તકલીફ ન આવે. આ અહેવાલ સાથે અમે તમને જણાવી રહ્યા છીએ તે સાત વાતો જેને ખરીદી સમયે ધ્યાનમાં રાખવી જરૂરી છે.

1.

*ગ્રાહકે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ: કોઇ સામાનની ખરીદી અથવા કોઇ સેવા લેતી વખતે ગ્રાહકે પોતાના અધિકારોનો ઉપયોગ જરૂર કરવો જોઇએ.

 

* જાતે ચકાસો, દુકાનદારની વાત જ અંતિમ સત્ય ન માનો: કોઇપણ વસ્તુ ખરીદતી વખતે ગ્રાહક પાસે કારણ હોવું જોઇએ કે તે સંબંધિત વસ્તુ કેમ ખરીદી રહ્યા છે? તેણે દુકાનદારની વાતોને જ અંતિમ સત્ય ન માની લેવી જોઇએ. 


* વ્યાજબી સમસ્યા હોય તો જલદી ફરિયાદ કરો: કોઇપણ ખરીદી બાદ જો કોઇ સમસ્યા છે તો સંબંધિત અધિકારીને જલદી ફરિયાદ કરવી ગ્રાહકની જવાબદારી છે. મોડે થી કરાયેલી ફરિયાદ પર ગેરેન્ટી કે વૉરન્ટી સમાપ્ત થવાનો ખતરો છે. ઘણી વાર ગ્રાહક દુકાનદાર અથવા સેવા પ્રદાતા પાસેથી મળેલા દગાને અવગણે છે. આવી પ્રવૃત્તિથી વેપારમાં ખોટા લોકોને પ્રોત્સાહન મળે છે. અને તેના કારણે વેપારીને લીધે અન્ય ગ્રાહકોને પણ વેઠવાનો વારો આવી શકે છે. 

 

* ગ્રાહકે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઇએ: કોઇ પણ સામાનની ગુણવત્તાથી ગ્રાહકે ક્યારેય સમાધાન ન કરવું જોઇએ. તેથી ક્યારેય સસ્તાંની લાલચમાં ફસાઇને ઓછી ગુણવત્તાનો સામાન ન ખરીદવો જોઇએ. જો તમે સસ્તા માટે ગુણવત્તા સાથે સમજૂતી કરશો તો તમને દગાની સ્થિતિમાં કોઇપણ રાહત નહીં મળે. 

 

* ભ્રામક જાહેરાતોથી સાવધ રહો: ઘણી વાર વિક્રેતા સામાનની ગુણવત્તાને વધારીને રજૂ કરે છે. તેથી આ ગ્રાહકની જવાબદારી છે કે તેને ખરીદતા પહેલાં દાવાઓની ખરાઇ કરી લે.

 

* બિલ અને ગેરેન્ટી/વૉરન્ટી કાર્ડ લેવાનું ન ભૂલો: કોઇપણ સામાનની ખરીદી વખતે તેનું બિલ જરૂર મેળવી લો. જો સામાન પર કોઇ પ્રકારે ગેરેન્ટી અથવા વૉરન્ટી અપાઇ રહી છે તો તેનું કાર્ડ લેવાનું અને તેની પર વિક્રેતાનો સિક્કો અને ખરીદીની તારીખ લખાવવાનું ન ભૂલો. 

 

* ઉતાવળે કંઇ ન ખરીદો: ગ્રાહકની સૌથી મોટી જવાબદારી કે તે કોઇ સામાન ઉતાવળમાં ન ખરીદે. તેનો અર્થ એ છે કે ગ્રાહકે કોઇપણ સામાન ખરીદતા પહેલાં જ તેનું એસ્ટીમેટ બનાવી લેવું જોઇએ. ગ્રાહકે પોતાની ખરીદી સમજી અને વિચારીને કરવી જોઇએ. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App