હજયાત્રા / હવે હજયાત્રીઓએ યાત્રા માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટનો જ રિપોર્ટ આપવાનો રહેશે

divyabhaskar.com | Updated - Jan 31, 2019, 12:24 PM
Central Haj committee decides to remove cbc and chest report

  • કેન્દ્રીય હજ કમિટીનો નિર્ણય: હજયાત્રા માટે સીબીસી અને ચેસ્ટ રિપોર્ટ રદ કરવામાં આવ્યો 
  • 2019ની હજયાત્રા માટે અત્યારસુધીમાં 6602ની અરજી આવી, 5 ફેબ્રુઆરી મેડિકલ રિપોર્ટની છેલ્લી તારીખ
     

અમદાવાદ: હજ યાત્રિકોને સેન્ટ્રલ હજ કમિટી દ્વારા રાહત આપવામાં આવી છે. હજયાત્રીઓને હવે માત્ર સામાન્ય રિપોર્ટ રજૂ કરવો પડશે. પહેલા ચેસ્ટ એક્સ રે અને સીબીસી રિપોર્ટની સાથે મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત હતું.

  • હવે માત્ર સામાન્ય મેડિકલ રિપોર્ટ ઉપર હજયાત્રીને યાત્રાની પરવાનગી આપવામાં આવશે. રાજ્ય હજ કમિટી દ્વારા કેન્દ્ર હજ કમિટીને ચેસ્ટ અને સીબીસી રિપોર્ટ રદ કરવા માટે અપીલ કરાઈ હતી.હવે હાજીઓને માત્ર જૂના નિયમો મુજબ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત રિપોર્ટ જ આપવાના રહેશે. અને સામાન્ય મેડિકલ રિપોર્ટનો સ્વીકાર કરાશે.
  • ઓગસ્ટ 2018માં 7 હજાર લોકો હજ યાત્રાએ ગયા હતા. જ્યારે આ વર્ષની હજયાત્રા માટે અત્યારસુધીમાં 6,602ની અરજી આવી છે. તમામ યાત્રિકો માટે મેડિકલ રિપોર્ટની 5મી ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે. આ વર્ષે યાત્રીદીઠ યાત્રાની રકમ 2 લાખ નક્કી કરવામાં આવી છે. જેમાં બે હપતાની ચુકવણી થઈ ગઈ છે. જ્યારે એક ચૂકવણી બાકી છે.
  • હજયાત્રા દરમિયાન યાત્રિકોની મદદ માટે નક્કી કરવામાં આવેલા પ્રદેશના ખાદીમ ઉલ હુંજાજની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. રાજ્ય હજ કમિટિના સભ્યના જણાવ્યાનુસાર, મુંબઈમાં યાત્રિકો માટે ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. યાત્રિકોને તમામ નિયમો વિશે સમજાવાશે. દર વર્ષે હજારો યાત્રિકો હજયાત્રા માટે જતાં હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો હજયાત્રાએ જશે.

અત્યાર સુધીમાં 70 ટકા હજયાત્રિકોએ ચેસ્ટ એક્સ-રે અને સીબીસી રિપોર્ટ જમા કરાવ્યો
આ વર્ષની હજયાત્રાના 6,602 યાત્રિકોમાંથી અત્યાર સુધીમાં 70 ટકા જેટલા હજયાત્રિકોએ ચેસ્ટ એક્સ રે અને સીબીસી રિપોર્ટ જમા કરાવ્યો છે, ગુજરાત રાજ્ય હજ કમિટીના સચિવ આર.આર. મન્સૂરીના જણાવ્યા અનુસાર, પહેલાં જેવા નિયમની શરૂઆત કરવાથી મોટા ભાગના હજયાત્રિકો માટે રાહતના સમાચાર છે. પરંતુ વારંવાર નિયમ બદલવાના કારણે કેટલાક યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કેટલાંક હજયાત્રિકો 1 હજારથી વધુ રૂપિયા ખર્ચીને રિપોર્ટ કરાવ્યો છે. મુંબઈમાં યાત્રિકો માટે ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમને હજયાત્રા દરિમયાન કોઈપણ પ્રકારની તકલીફ ના પડે અને તમામ નિયમો વિશે સમજાવવામાં આવશે. યાત્રાદીઠ યાત્રાની રકમ 2 લાખ નક્કી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં હજયાત્રા માટે યાત્રિકો જવાના છે.

X
Central Haj committee decides to remove cbc and chest report
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App