આધાર કાર્ડ / જો તમે આધાર કાર્ડથી પાન નંબર લિંક નથી કરાવ્યું, તો થઈ શકે છે આ પરેશાની

cbdt says its mandatory to link aadhaar card to pan card

Divyabhaskar.com

Feb 16, 2019, 12:34 PM IST

યુટિલિટી ડેસ્ક: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (સીબીડીટી) એ આગ્રહ કર્યો છે કે જે લોકો ટેક્સ ફાઈલ કરી રહ્યાં છે તેમના માટે પાન કાર્ડથી આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. આ કામ 31 માર્ચ સુધી પૂરું કરી દેવું.


31 માર્ચ, 2019 પહેલાં પેન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવું ફરજિયાત

સીબીડીટીએ ગુરુવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં આધાર કાર્ડની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું. આ જ ક્રમમાં, આવકવેરા અધિનિયમ -1961ની કલમ 139 એએ હેઠળ સીબીડીટી દ્વારા 30 જૂન, 2018ના રોજ જાહેર કરાયેલ ઓર્ડર માન્ય બની જાય છે. જે અનુસાર 31 માર્ચ, 2019 પહેલાં રિટર્ન ફાઈલ કરનાર લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કર્યા વિના ફાઈલ નહીં કરી શકાય રિટર્ન


સુપ્રીમ કોર્ટે 6 ફેબ્રુઆરીએ આદેશમાં રિટર્ન ફાઈલ કરનાર લોકોએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે એવું જણાવ્યું. સુપ્રીમ કોર્ટે ફરીથી દિલ્હી હાઇકોર્ટના નિર્ણય સામે કેન્દ્રની અરજી પર આ નિર્ણય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં બે લોકોને 2018-19ના આવકવેરાના વળતરમાં પાન કાર્ડથી આધાર કાર્ડ લિંક કર્યા વિના રિટર્ન ફાઈલ કરવાની પરવાનગી આપી હતી.

કોર્ટે આવકવેરાના સેક્શન 139 એએને સમર્થન આપ્યું

આની પર જજ એ.કે. સિકરી અને જજ એસ. અબ્દુલ નાઝિરની ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં પોતાનો નિર્ણય પહેલેથી જ આપી દીધો છે અને આવક વેરાના સેક્શન 139 એએને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રની આધાર યોજનાને માન્ય કરાર આપ્યો હતો, પરંતુ બેન્ક અકાઉન્ટ્સ, મોબાઇલ ફોન અને સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા જેવા કેટલા ફરજિયાત બનાવવાવાળી જોગવાઈઓને રદ કરી હતી.

X
cbdt says its mandatory to link aadhaar card to pan card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી