બજેટ 2019 / આશરે 5 એકર જમીન ધરાવતા નાના ખેડૂતો માટે વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 02:10 PM
Budget 2019 Small Farmers of India will get 6000 rupees cash direct in account

યૂટિલિટી ડેસ્ક: બજેટ દરમિયાન નાણામંત્રી પીયૂષ ગોયલે 2 હેકટર (લગભગ 5 એકર)થી ઓછી જમીન પર ખેતી કરતા ખેડૂતો માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે. તેને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. તેના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.


કોને ફાયદો મળશે?
1. 2 હેકટર (લગભગ 5 એકર)થી ઓછી જમીન પર ખેતી કરતા તમામ ખેડૂતોને આ સ્કીમનો લાભ આપવામાં આવશે.
2. આ સ્કીમ હેઠળ દેશના લગભગ 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે.
3. સ્કીમ હેઠળ ખેડૂતોને વર્ષ દરમિયાન 6 હજાર રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવશે.
4. આ સહાયતા રકમ ખેડૂતોને એકસરખા ત્રણ હપ્તામાં મોકલવામાં આવશે.
5. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમના હેઠળ 75 હજાર કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. તેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે.
6. આ સ્કીમ 1 ડિસેમ્બર 2018થી અમલમાં આવશે એટલે કે ખેડૂતોને મળવાપાત્ર મદદની ગણતરી આ તારીખથી કરવામાં આવશે.
7. પીયૂષ ગોયલે કહ્યું છે કે, સ્કીમ હેઠળ મળવાપાત્ર રકમમાંથી 2000 રૂપિયાનો પહેલો ભાગ ટૂંકમાં જ ખેડૂતોના ખાતામાં મોકલી દેવાશે.

X
Budget 2019 Small Farmers of India will get 6000 rupees cash direct in account
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App