ફાયદો / APL રેશનકાર્ડધારકોને 4 લિટર કેરોસીન અપાશે, 47 લાખ પરિવારોને લાભ મળશે

divyabhaskar.com | Updated - Feb 06, 2019, 10:13 AM
APL Ration card holders will get 4 litre kerosene 47 lacs families to be covered

  • ગેસ જોડાણ વિનાના ધારકોને બંધ કરાયેલો પુરવઠો ફેબ્રુઆરીથી જ આપવાનો નિર્ણય

ગાંધીનગર: ગેસ જોડાણ નહીં ધરાવતા એપીએલ (અબોવ પુવર્ટી લાઇન) રેશનકાર્ડધારકોને બંધ કરવામાં આવેલું 4 લિટર કેરોસીન ફરી ફેબ્રુઆરી મહિનાથી જ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાથી એપીએલ રેશનકાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કર્યું હતું, પરંતુ વ્યાપક રજૂઆતોના પગલે ફરી કેરોસીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમાં જ્યાં એપીએલ કાર્ડધારક પરિવારો ગેસ જોડાણ ધરાવતા ન હોય તેમને કાર્ડદીઠ 4 લિટર સબસિડાઇઝ કેરોસીન ફેબ્રુઆરીથી જ આપવાનું શરૂ કરવામાં આવશે.

47 લાખ પરિવારોને લાભ થશે

પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આ અંગે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો વ્યાપ ગેસ જોડાણ સિવાયના તમામ પરિવારો સુધી વધારવામાં આવશે, જેથી આ યોજના અથવા રાજ્ય સરકારની યોજનાનો લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એપીએલ રેશનકાર્ડધારકોને કેરોસીન આપવામાં આવશે. આ પહેલાં બીપીએલ કાર્ડધારકોને જ કેરોસીન વિતરણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હવે એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાના નિર્ણયથી 47 લાખ પરિવારોને લાભ થશે.

X
APL Ration card holders will get 4 litre kerosene 47 lacs families to be covered
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App