નવો કાયદો / આધારકાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જોડવું ફરજીયાત બનશે: કાયદા મંત્રી

divyabhaskar.com | Updated - Jan 07, 2019, 06:49 PM
Aadhaar To Be Linked With Driving Licence Soon Union Law Minister Ravi Shankar Prasad
X
Aadhaar To Be Linked With Driving Licence Soon Union Law Minister Ravi Shankar Prasad

  • એક્સિડેન્ટ બાદ ઘટનાસ્થળેથી ભાગી જતા ગુનેગારોને પકડવા માટે નવી યોજના  
  • કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં સ્પષ્ટતા કરી 
  • લાયસન્સને આધાર સાથે લિંક કર્યા બાદ નામ ભલે બદલો પણ બાયોમેટ્રિક્સ બદલશે નહીં

 

 

યૂટિલિટી ડેસ્ક: ઇન્કમ ટેક્સ, પાન કાર્ડ અને અન્ય સરકારી યોજનાઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આધારની અનિવાર્યતા સ્વીકાર્યા બાદ હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે પણ આધાર ફરજીયાત કરાશે. સરકાર જલ્દી જ ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવા બાબતે કાયદો બનાવશે. આ બાબતો કેન્દ્રના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં કહી.

અકસ્માતના ગુનેગારોને પકડવા માટે નવી યોજના

1.સાયન્સ કોંગ્રેસમાં કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, હાલ એક્સિડેન્ટ કરનાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ભાગી જાય છે અને ડુપ્લીકેટ લાયસન્સ બનાવડાવી લે છે. આ કારણે તે બચી જાય છે પણ ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કર્યા બાદ તમે નામ ભલે બદલી લો પણ બાયોમેટ્રિક્સ બદલી શકતા નથી. એવામાં જોઈ કોઈ ડુપ્લીકેટ લાયસન્સ બનાવવા જશે, તો સિસ્ટમ તેની ઓળખ કરી લેશે અને તે પકડાઈ જશે. આ સ્થિતિમાં તે વ્યક્તિ બીજું ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી શકશે નહીં.
 
31 માર્ચ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરો
2.સુપ્રીમ કોર્ટના આધાર બાબતે નિર્ણય અપાયા પછી સેન્ટ્રલ ટેક્સ બોર્ડે આધારને પાન કાર્ડ સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 નક્કી કરી છે.  આ તારીખ સુધી આધારને પાન કાર્ડ સાથે નહીં જોડાય તો ઇન્કમ ટેક્સ વિભાગ પાન નંબર રદ્દ કરી શકે છે.
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App