કેન્સલ / ધુમ્મસથી પોરબંદર-મોતીહારી સહિત 13 ટ્રેન 31 માર્ચ સુધી રદ

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 03:57 PM
13 train including porbandar motihari cancelled due to fog

  • ઉત્તર ભારતમાં શીતલહેરની અસર હેઠળ ધુમ્મસની ચાદર માર્ચ સુધી રહેવાની શક્યતા
  • ઓખા-રામેશ્વરમ અને શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસને આણંદ સ્ટોપેજ
     

અમદાવાદ: ઉત્તર ભારતમાં શીતલહેરની અસર હેઠળ ધુમ્મસની ચાદર માર્ચ સુધી રહેવાની શક્યતા હોવાથી અમદાવાદથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિત ઉત્તર ભારતની 13થી વધુ ટ્રેનો 31 માર્ચ સુધી રદ કરવાની જાહેરાત રેલવેએ કરી છે. આ અગાઉ રેલવે દ્વારા ધુમ્મસના કારણે આ તમામ ટ્રેન 15 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ હતી. જેને લંબાવી હવે 31 માર્ચ સુધી રદ કરાઈ છે. પ્રવાસીઓને સુવિધાઓ આપવા રેલવે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને હજુ પણ ધક્કામુક્કીમાં પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. ધુમ્મસવાળા વાતાવરણથી બચવા અને ટ્રેનોનું સમયસર સંચાલન કરવા માટે પણ રેલવે દ્વારા અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે તેમ છતાં ટ્રેનો મોડી પડી રહી છે. રેલવે દ્વારા 31 માર્ચ સુધી ધુમ્મસવાળા વિસ્તારોમાં પોરબંદર મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિત 13 ટ્રેનનું સંચાલન રદ કરવા કે આંશિક રદ કરવામાં આવી છે. ધુમ્મસના કારણે મોતીહારી એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રશ્ન એ છે કે, શું ધુમ્મસ ફક્ત મોતીહારી એક્સપ્રેસને જ નડે છે? બીજી બાજુ અમદાવાદથી મુઝફ્ફરપુર જતી સાબરમતી એક્સપ્રેસ અને જનસાધારણ એક્સપ્રેસનું સંચાલન યથાવત છે.

ઓખા-રામેશ્વરમ્ અને શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસને આણંદ સ્ટોપેજ
ઓખા-રામેશ્વરમ્ એક્સપ્રેસ અને શ્રીગંગાનગર - કોચુવેલી એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર 2 મિનિટનું સ્ટોપેજ આપવાની જાહેરાત કરાઈ છે. ઓખાથી રામેશ્વરમ્ જતી આ ટ્રેન સાંજે 6.21 વાગે આણંદ પહોંચીને 6.23 વાગે ઉપડશે. જ્યારે રામેશ્વરમથી આવતી આ ટ્રેન રાતે 1.04 વાગે આણંદ પહોંચી 1.06 વાગે ઉપડશે. એજ રીતે શ્રીગંગાનગરથી કોચુવેલી જતી ટ્રેન સવારે 5.52 વાગે આણંદ પહોંચીને 5.54 વાગે રવાના થશે.

X
13 train including porbandar motihari cancelled due to fog
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App