ટોકનાઈઝેશન / ક્રેડિટ-ડેબિટ કાર્ડ ફ્રોડ રોકવા RBIએ જાહેર કરી ટોકન સિસ્ટમ, આખી વ્યવસ્થા 4 પોઈન્ટમાં સમજો

RBI issues guidelines for tokenisation of card transactions
X
RBI issues guidelines for tokenisation of card transactions

  • ટોકન સિસ્ટમ હેઠળ કાર્ડની ડિટેલ્સ એક વિશેષ કોડ(ટોકન)માં ફેરવાઈ જશે 
  • કાર્ડ ડિટેલ્સ, ટોકન રિકવેસ્ટ કરનારી કંપનીની ડિટેલ્સ અને યુઝરના ડિવાઇસનો ઉપયોગ કરીને ટોકન જનરેટ થશે 
  • આ સુવિધા હાલ માત્ર મોબાઈલ ફોન અને ટેબ્લેટના માધ્યમથી જ મળશે 

 

divyabhaskar.com

Jan 10, 2019, 02:25 PM IST

યૂટિલિટી ડેસ્ક: ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી લેવડ-દેવડ સુરક્ષિત કરવા રિઝર્વ બેંકે નવી વ્યવસ્થા શરુ કરવાની સૂચનાઓ જાહેર કરી દીધી છે. આ વ્યવસ્થાને ટોકનાઈઝેશન (ટોકન વ્યવસ્થા)ના નામથી ઓળખાશે. તેના લાગુ થવા પર પેમેન્ટ કંપનીઓ થર્ડ પાર્ટી સાથે મળીને પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે ટોકન આપી શકશે. સતત વધી રહેલી કાર્ડ ફ્રોડની ઘટનાઓને જોઈને RBIએ આ ગાઇડલાઇન નક્કી કરી છે.

 

શું છે આ વ્યવસ્થા?

ટોકન સિસ્ટમ હેઠળ ગ્રાહકના કાર્ડની વાસ્તવિક ડિટેલ્સને એક વિશેષ કોડ (ટોકન)માં બદલી દેવાશે. આ ટોકનનો ઉપયોગ કરીને ગ્રાહક કોઈ થર્ડ પાર્ટી અથવા પોઇન્ટ ઓફ સેલ (PoS) પર પેમેન્ટ કરી શકશે.
 
ટોકન સિસ્ટમ પહેલેથી જ કેટલીક જગ્યાઓએ ઉપયોગમાં લેવાઈ રહી છે. રિઝર્વ બેંકે હવે તેની સીમામાં વધારો કરી દીધો છે. હવે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી), મેગ્નેટિક સિક્યોર ટ્રાન્સમિશન બેઇઝડ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન અને ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ પણ કરી શકાશે. 
 
કાર્ડ ઈશ્યુ કરતી કંપનીઓ આ સેવાઓ માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડેવલપર પાસેથી ટોકન સર્વિસ માટે કોન્ટેક્ટ કરી શકશે. જોકે આ ટોકનાઈઝડ પેમેન્ટ સિસ્ટમમાં ભાગ લેતી તમામ કંપનીઓને રિઝર્વ બેન્ક સાથે રજીસ્ટર્ડ થવું જરૂરી છે. 
 
આ સુવિધા માત્ર મોબાઈલ ફોન અને ટેબ્લેટના માધ્યમથી જ મળશે. તેનાથી મળતા ફીડબેકના આધારે પછી અન્ય ડિવાઇસ માટે પણ તેની સેવા વધારાશે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી