બજેટ / મધ્યમ આવક વર્ગના લોકોને મોટી રાહત, હવે 6.5 લાખ સુધીની વાર્ષિક આવક પર ઇન્કમ ટેક્સ નહીં લાગે

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 03:59 PM
Now you don't have to pay income tax on yearly earnings upto rs 6.5 lakh

યુટિલિટી ડેસ્ક: નાણાંમંત્રી પીયૂષ ગોયલે બજેટના ભાષણમાં નોકરિયાત વર્ગને મોટી રાહત આપી છે. હવે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ પહેલાં આ લિમિટ અઢી લાખ રૂપિયા હતી, જે 2014ના બજેટ દરમ્યાન અમલમાં મૂકવામાં આવી હતી.

40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ નહીં કપાય

  • નાણાંમંત્રીએ પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકોને હવે વર્ષે 6.5 લાખ રૂપિયાની આવક પર ઇન્કમ ટેક્સ નહીં ભરવો પડે. વધારાની આ 1.5 લાખ રૂપિયાની છૂટ ઇન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત વિવિધ સ્કીમ્સમાં રોકાણ કરશો તો મળશે. જેમાં પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ), પેન્શન ફંડ, સુકન્યા સમૃદ્ધિ વગેરે સ્કીમ્સ સામેલ છે.
  • બજેટ ઘોષણા મુજબ, હવે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર મળતા 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં લાગે. પહેલાં આ લિમિટ 10 હજાર રૂપિયા હતી.
  • આ સિવાય સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ પણ વધારી દેવામાં આવી છે. હવે આ લિમિટ 40 હજારથી વધીને 50 હજાર રૂપિયા થઇ ગઈ છે.

X
Now you don't have to pay income tax on yearly earnings upto rs 6.5 lakh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App